Western Times News

Gujarati News

ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી….!!!

પ્રતિકાત્મક

Ø  ખેડૂતોએ બિયારણખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થા કે વિક્રેતા પાસેથી જ ખરીદવી

Ø  વિક્રેતા પાસેથી તમામ જરૂરી વિગતો દર્શાવતું સહી વાળું બીલ અવશ્ય લેવું

Ø  અનઅધિકૃત રીતે બિયારણખાતર કે જંતુનાશકનું વેચણ કરતા વિક્રેતાઓ અંગે સત્વરે સંબંધિત ખેતીવાડી અધિકારીને જાણ કરવી 

ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણસારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

રાજ્યની ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓસરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓપેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથીછેતરપીંડીથી બચી શકાય.

બિયારણખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી લાયસન્સ નંબરપૂરું નામસરનામુંખરીદી કરેલા ઇનપુટનું નામલોટ નંબર વગેરેની વિગતો દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થઇ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ.

પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો કોઇપણ ખેડૂતના ધ્યાને આવે તો તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને તુરંત જ જાણ કરવાખેતી નિયામક કચેરી દ્વારા ભલામણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.