અરવિંદ સ્માર્ટસ્પેસીસે સીઈઓ તરીકે પ્રિયાંશ કપૂરને નિયુક્ત કર્યા

અમદાવાદ, 23 જુલાઈ – રિયલ્ટી કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે પ્રિયાંશ કપૂરની નિયુક્તિ કરી છે. શ્રી કપૂરને 9 ઓગસ્ટ, 2025ની અસરથી નવા પૂર્ણકાલિન ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એમ કંપનીએ જણાવ્યું હતું.
કમલ સિંગલ મેનેજિંગ ડિરેક્ટરપદે ચાલુ રહેશે, એમ અમદાવાદ સ્થિત કંપનીએ સોમવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કપૂર વિવિધ લીડરશિપ ભૂમિકાઓમાં, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં લગભગ 16 વર્ષનો અનુભવ ધરાવે છે. અગાઉ તેમણે ગોદરેજ પ્રોપર્ટીઝ અને વાધવા ગ્રુપ માટે કામ કર્યું છે.
લાલભાઈ ગ્રુપની કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ અમદાવાદ, ગાંધીનગર, બેંગાલુરુ, પૂણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સ ધરાવે છે.