રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ધ વેલ્થ કંપનીએ

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે 2030 સુધીમાં બી30 એમએફ ઇનફ્લોથી આગળ ત્રીજા ભાગના હિસ્સાનું લક્ષ્ય રાખ્યું- વિકસિત ભારત વિઝન સાથે સંલગ્ન ભારત માર્કેટ્સમાં વિસ્તરણ પર ધ્યાન
મુંબઈ, 22 જુલાઈ, 2025 – પેન્ટોમેથ ગ્રુપ કંપની ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે (વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ) વર્ષ 2030 સુધીમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોના 45 ટકા સુધીના તેના રોકાણકારો મેળવવા માટે તેની લાંબા ગાળાની વ્યૂહરચનાની આજે જાહેરાત કરી હતી અને દેશના વિકસિત ભારત વિઝન સાથે સંલગ્ન રહીને તથા સમગ્ર ભારતમાં સંપત્તિ સર્જનને સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ કરવા અંગે સેબીની મંજૂરી મળ્યા બાદ કંપનીની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. રસપ્રદ વાત છે કે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ એ ભારતનું એકમાત્ર ફંડ હાઉસ છે જે એક મહિલા મધુ લુણાવત દ્વારા સ્થાપિત અને સંચાલિત છે.
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે મજબૂત સંસ્થાકીય વારસા તથા બધાથી અલગ અભિગમ સાથે રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. કંપની કઠોર બોટમ-અપ રિસર્ચને રિટેલ-ફ્રેન્ડલી રોકાણ સરળતા સાથે જોડશે અને ભારતના વિસ્તરતા રિટેલ ઇન્વેસ્ટર બેઝમાં સંસ્થાકીય શિસ્તતા લાવશે.

મહત્વનું એ છે કે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડનો પ્રવેશ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઈએફ), પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) અને ઇન્સ્ટિટ્યૂશનલ એડવાઇઝરી મેન્ડેટ્સમાં અત્યાધુનિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ મેનેજ કરવાના તેના પુરવાર થયેલા ટ્રેક રેકોર્ડ પર નિર્મિત છે. તે ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપનીઓ પૈકીની એક પેન્ટોમેથ ગ્રુપની મજબૂતાઇ દ્વારા સંચાલિત છે
જે ચાર હાઇ-પર્ફોર્મિંગ, થીમ આધારિત એઆઈએફ દ્વારા ક્લાયન્ટ એસેટ્સમાં ગ્રુપની દેખરેખ હેઠળ ક્લાયન્ટ્સની રૂ. 10,000 કરોડની એસેટ્સ ધરાવે છે. તેઓ સ્થાનિક એચએનઆઈ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એમ બંનેને સેવાઓ આપે છે જેમાં માળખાકીય ઇક્વિટી વ્યૂહરચનાઓ, ડીપ-માર્કેટ રિસર્ચ અને ગવર્નન્સ-ફર્સ્ટ એક્ઝિક્યુશન પર ધ્યાન આપે છે.
ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક, એમડી અને સીઈઓ સુશ્રી મધુ લુણાવતે જણાવ્યું હતું કે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ ભારતની નાણાંકીય ઇકોસિસ્ટમની ઊંડી સમજ, રિસર્ચ આધારિત વ્યૂહરચના અને શિસ્તબદ્ધ રોકાણના મજબૂત પાયા પર નિર્મિત છે.
અમારું લક્ષ્ય સમગ્ર ભારતમાં નાણાંકીય સશક્તિકરણને ઉત્પ્રેરિત કરવાનો છે, ખાસ કરીને ભારતના એવા બજારોમાં જ્યાં ઘણીવાર સેવાનો અભાવ હોય છે. અમે એક બોલ્ડ પરંતુ પ્રાપ્ત કરી શકાય તેવું વિઝન નક્કી કર્યું છે. અમે 2030 સુધીમાં અમારા રોકાણકારોનો 45 ટકા હિસ્સો ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી આવે તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. આ ફક્ત એક માપદંડ નથી.
તે સમાવેશક રોકાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને વિકસિત ભારત એજન્ડાને આગળ વધારવામાં અમારી ભૂમિકાને દર્શાવે છે. અનુભવી ઉદ્યોગના અનુભવીઓની નેતૃત્વ ટીમ, એક મજબૂત વિતરણ વ્યૂહરચના, એઆઈ-સંચાલિત સંશોધન અને અમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (એમએફડી) ભાગીદારો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી તાલીમ સાથે, અમે આ મિશનને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છીએ.
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે શ્રી પ્રસન્ના પાઠક (ડેપ્યુટી સીઈઓ), સુશ્રી અપર્ણા શંકર (સીઆઈઓ – ઇક્વિટી), શ્રી ઉમેશ શર્મા (સીઆઈઓ – ડેટ), અને શ્રી દેબાશિષ મોહંતી (ચીફ સ્ટ્રેટેજી ઓફિસર) અને શ્રી ભાલચંદ્ર જોશી (સીઓઓ) સહિત ઉચ્ચ-ક્ષમતાવાળી નેતૃત્વ ટીમ પણ રજૂ કરી હતી. આ દરેક સભ્ય યુટીઆઈ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ટેમ્પલટન, 360 વન અને નિપ્પોન લાઇફ જેવી અગ્રણી સંસ્થાઓમાં વિશિષ્ટ ઓળખપત્રો અને દાયકાઓનો અનુભવ ધરાવે છે.
કંપની મૂડીઝ જેવા વૈશ્વિક ભાગીદારો સાથે સહયોગમાં ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો સહિત મજબૂત ફિલ્ડ સપોર્ટ અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ સાથે ડિજિટલી સક્ષમ, રાષ્ટ્રવ્યાપી એમએફડી નેટવર્કનું નિર્માણ કરી રહી છે.
About The Wealth Company:
The Wealth Company is the asset management arm of Pantomath Group, a prominent financial institution widely accredited for its discovery-led investing and capital markets expertise. With ~₹10,000 crores of client assets under the group’s purview, The Wealth Company manages high-integrity investment products across asset classes — built for performance, grounded in process, and led by purpose
Founded by Madhu Lunawat—also the Co-founder of Pantomath Group—The Wealth Company reflects a strong investment-first philosophy, underpinned by deep due diligence and disciplined execution. Built on a foundation of deep research and high-conviction investing, The Wealth Company believes in creating value through clarity, discipline, and intelligent product design. This approach is backed by a track record of identifying hidden potential and converting it into real value for investors.