ગુજરાતનું પ્રથમ નર્સ દ્વારા સંચાલિત ક્લિનિકનું અપોલો હોસ્પિટલ્સ ખાતે ઉદઘાટન

અમદાવાદ, 23 જુલાઈ 2025: અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે ગુજરાતના પ્રથમ નર્સ દ્વારા સંચાલિત ક્લિનિકનું ઉદઘાટન કરાયું હતું. આ સુવિધાનું ઉદઘાટન અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઇઓ કમાન્ડર જેલ્સન કવલક્કટે કર્યું હતું.
અપોલો હોસ્પિટલ્સના ગ્રૂપ ડાયરેક્ટર નર્સિંગ, કેપ્ટન (ડો.) ઉષા બેનર્જીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ નર્સ દ્વારા સંચાલિત ક્લિનિકની પહેલ લોંચ કરાઇ હતી.
આ સુવિધામાં પ્રશિક્ષિત નર્સો પેશન્ટ એજ્યુકેશન, કન્સલ્ટેશન, હોસ્પિટલમાંથી રજા મળ્યાં બાદ દેખભાળ અને નિયમિત ફોલો-અપ દ્વારા દર્દીઓને સપોર્ટ કરશે. આ નર્સો મુખ્ય પાર્ટનર્સ તરીકે ડોક્ટર્સને સહયોગ કરશે, જેથી સારવારના સારા પરિણામો મેળવવા અને એકંદર પેશન્ટ કેર માટે મદદ મળશે.
આ સુવિધાનું સંચાલન રજિસ્ટર્ડ અને એડવાન્સ્ડ નર્સ પ્રેક્ટિશનર્સ દ્વારા કરાશે, જેઓ પ્રિવેન્ટિવ કેર અને ક્રોનિક ડિસિઝ મેનેજમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.