ધોલેરા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને 11 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

ધોલેરા તાલુકાનો જુલાઈ માસનો ‘સ્વાગત કાર્યક્રમ‘ યોજાયો
ધોલેરા તાલુકાનો જુલાઈ માસનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, ધોલેરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી વિદ્યાસાગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં 11 જેટલા અરજદારો હાજર રહ્યા હતા. તમામ અરજદારોની સમસ્યાને પ્રાંત અધિકારીશ્રી દ્વારા સાંભળી સબંધિત અધિકારીને નિકાલ કરવા સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં 11 જેટલા પ્રશ્નો જેમાં પ્રમાણિત નકલો મેળવવા બાબત, ગામ નમૂના નં.7માં ક્ષતિ સુધારો કરવા બાબત, આવકનો દાખલો આપવા બાબત, જાહેર રસ્તામાં જમીન દબાણ બાબત, નવિન રી-સર્વે મુજબના ક્ષેત્રફળના તફાવતમાં સુધારો કરવા બાબત જેવા પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત કચેરીના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.