Whatsapp થી ભરતી કરતા હતા અલકાયદાના ચાર આતંકવાદીઓ

અલકાયદાના ચાર આતંકવાદી ઝડપાયા -દિલ્હી-નોઈડા, અમદાવાદ અને મોડાસામાં એટીએસની કાર્યવાહી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત એટીએસએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત એટીએસની ટીમે અલકાયદાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
તેમજ અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ ઍપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.
Al-Qaeda in India: Gujarat ATS arrests 4 radicalized youth linked to the terror outfit. Mohd Faiq (Delhi) Md Fardeen (Ahmedabad) Sefullah Kureshi (Modasa) Zeeshan Ali (Noida)
ગુજરાતના બે આતંકીઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું સામે આવ્યું છે. એટીએસે સૌપ્રથમ અમદાવાદના જુહાપુરા પાસે ફતેહવાડીમાંથી એક આતંકવાદીને ઝડપી લઈ તેની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો મળી હતી અને તેના આધારે અન્ય ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસની ટીમે અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાવટી નોટ રેકેટના ૧ આરોપીની પણ ધરપકડ કરાઈ છે. વોટ્સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત એટીએસની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત એટીએસની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઈ શકે છે.
In a major breakthrough, Gujarat ATS arrests four individuals linked to terror outfit Al Qaeda in Indian Subcontinent (AQIS) in a major anti-terror operation in Ahmedabad, Gujarat as well as New Delhi and Uttar Pradesh. They were recruiting people through Whatsapp.
ગુજરાત એટીએસએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલકાયદાની વિચારધાર ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં દિલ્હીથી ફરાસખાના ખાતે રહેતો મોહમ્મદ ફૈક, નોઈડાના સેક્ટર ૬૩ થી ઝીશાન અલી, અમદાવાદના ફતેહવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા છે.
એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓ ઘણા સમયથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અલકાયદા સાથે જોડાયેલા શખ્સોના સંપર્કમાં હતા. તેમના સંદેશાવ્યવહારમાં આતંકવાદી સંગઠનને લઈને વ્યૂહાત્મક માહિતીનું આદાન-પ્રદાન કરવાની સાથે સુરક્ષા સંબંધિત ચિંતાઓ ઉભી કરતી પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત એટીએસને ૧૦ જૂનના રોજ અલકાયદા પ્રવૃત્તિને ફેલાવતા પાંચ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મળી હતી. જેને લઈને ટીમ બનાવીને આગળની તપાસ હાથ ધર્યું હતું. ઝડપાયેલા આરોપીને લઈને એટીએસએ જણાવ્યું હતું કે, આતંકીઓ દેશ વિરોધી વિચારધારા ફેલાવીને લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આ ઉપરાંત, આતંકીઓના એકાઉન્ટમાંથી ઓપરેશન સિંદૂરને લગતી પોસ્ટ અને હથિયારના ફોટો મળી આવ્યા હતા.