Western Times News

Gujarati News

ઈક્વિટી, ફોરેક્સ માર્કેટમાં વોલ્યુમ ઘટતાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું

અનિશ્ચતતાના વાદળો વચ્ચે સોના-ચાંદીના ભાવ ફરી એકવાર ઊંચકાયા

નવી દિલ્હી, છેલ્લા બે-ત્રણ દિવસથી રૅકોર્ડ સ્તરે ક્વોટ થઈ રહેલા સોનાના ભાવ  ઉછળી ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે ટેરિફની ચીમકીથી કિંમતી ધાતુમાં તેજી આવી છે. ઈક્વિટી, ફોરેક્સ માર્કેટમાં વોલ્યુમ ઘટતાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. ૧૦૦૦ ઉછળી રૂ. ૧૦૩૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલ ટાઇમ હાઇર્ સપાટીએ પહોંચ્યો છે. ૯૯૫ સોનાની કિંમત પણ રૂ. ૧૦૦૦ વધી રૂ. ૧૦૩૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ટોચે પહોંચી છે. ચાંદી પણ રૂ. ૨૫૦૦ ઉછળી રૂ. ૧૧૭૫૦૦ પ્રતિ કિગ્રાની રૅકોર્ડ ટોચે પહોંચી છે.

અમેરિકા-ઈયુ વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્્યતાઓ ઘટતાં વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં હોવા છતાં હજી કોઈ પરિણામ આવ્યું નથી. યુએસ-જાપાનની ડીલની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં નજીવુ કરેક્શન જોવા મળ્યું હતું. આજે ઇન્ટ્રા ડે ૩૪૫૧.૭૦ ડૉલર પ્રતિ ઔં સની સપાટીએથી સોનું ૬.૮૦ ડૉલર તૂટી ૩૪૩૬.૬૦ ડૉલર પ્રતિ ઔં સ પર ક્વોટ થઈ રહ્યું હતું.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે વિવિધ દેશો સાથે સમાધાન થવાની જાહેરાતો આર્થિક સ્થિરતાના સંકેત આપે છે. આજે અમેરિકા અને જાપાને ૧૫ ટકા ટેરિફ સાથે ટ્રેડ ડીલ પર સહમતિ અન્ય દેશો માટે આશાનું કિરણ બન્યું છે.

વધુમાં સોના-ચાંદીના રૅકોર્ડ ભાવોના કારણે પ્રોફિટ બુકિંગ વધવાની શક્્યતા છે. પરિણામે આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં નજીવુ કરેક્શન નોંધાવાની સંભાવના કોમોડિટી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.