નકલી રાજદૂત નકલી દૂતાવાસ ચલાવતો હતો: દેશોના નામ પણ ખોટા જે નામનું દૂતાવાસ હતું

ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ
(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના નોઈડા યુનિટે ગાઝિયાબાદના હર્ષવર્ધનની ધરપકડ કરી છે અને એવો ખુલાસો કર્યો છે જેનાથી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. હર્ષવર્ધન જૈન ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં નકલી દૂતાવાસ ચલાવતો હતો. તે પોતાને એવા દેશોનો રાજદૂત કહેતો હતો,
જે વાસ્તવમાં વિશ્વના નકશા પર અÂસ્તત્વમાં નથી. આ નેટવર્ક માત્ર નકલી ઓળખની મદદથી જ ચાલતું નહોતું પરંતુ હવાલા અને તેના દ્વારા વિદેશી ચલણના ગેરકાયદેસર વ્યવહાર જેવી પ્રવૃત્તિઓ પણ ચલાવતો હતો. એસટીએફની તપાસમાં બહાર આવ્યું છે કે હર્ષવર્ધન જૈન પોતાને માઈક્રોનેશન અથવા નકલી દેશોનો રાજદૂત કહેતો હતો.
તેણે વેસ્ટ આર્કટીકા, સબોર્ગા, પોલવીયા, લોડોનીયના નામે દૂતાવાસો ખોલ્યા હતા. ખાસ વાત એ છે કે ઇન્ટરનેટ પર ક્્યાંય આ દેશોનો ઉલ્લેખ નથી. જો તમે ગૂગલ પર સબોર્ગા શોધશો, તો તમને ખબર પડશે કે એવો કોઈ દેશ નથી, પરંતુ એક ગામ અને સૂક્ષ્મ રાષ્ટ્ર છે જેને દેશનો દરજ્જો મળ્યો નથી. બીજું નામ પોલવિયા હતું, જેને શોધવા પર કેટલાક લોકોના નામનું શીર્ષક મળે છે.
તેવી જ રીતે જ્યારે સર્ચ કરતા જાણવા મળ્યું કે આ એક પ્રયોગશાળાનું નામ છે. આ વ્યક્તિ એક દેશનું નામ વેસ્ટ આર્કટીકા લખતો હતો, જેને સર્ચ કરતા જાણવા મળ્યું કે આ સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતી એક બિન-લાભકારી સંસ્થાનું નામ છે.
હર્ષવર્ધને ગાઝિયાબાદના કેબી ૩૫ કવિનગર ખાતે સ્થિત ભાડાના બંગલામાં આ નામોથી દૂતાવાસ જેવું સંપૂર્ણ સેટઅપ બનાવ્યું હતું. અહીં, વિદેશી ફ્લેગ, નકલી રાજદ્વારી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજો દ્વારા પોતાને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ગણાવીને લોકોને છેતરવામાં આવતા હતા.