ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત

રેલવેએ જયનગર-ઉધના સ્પેશિયલ ટ્રેનના ફેરાને બે મહિના સુધી લંબાવી દીધો છે ઃ પ્રવાસીઓને ફાયદો થશે
નવી દિલ્હી, ભારતીય રેલવે ગુજરાત અને બિહારનો પ્રવાસ કરનારાઓ મુસાફરો માટે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ જયનગર-ઉધના સ્પેશિયલ ટ્રેનના ફેરાને બે મહિના સુધી લંબાવી દીધો છે. રેલવેના આ નિર્ણયના કારણે અમદાવાદ અને પશ્ચિમ ભારત જનારા મુસાફરોને મોટી રાહત મળશે.
સૌથી વધુ બિહારથી ગુજરાત અને ગુજરાતથી બિહાર પ્રવાસ કરનારાઓને ફાયદો થશે. આ ઉપરાંત રેલવેએ પટણા-ઉધના અને ઉધના-પટણા ટ્રેનોના ફેરાને પણ લંબાવી દીધો છે. રેલવેએ કહ્યું છે કે, ‘ટ્રેન નંબર ૦૯૦૩૧/૩૨ જયનગર-ઉધના-જયનગર સ્પેશિયલ ટ્રેનના ફેરાને લંબાવી દેવાયો છે. આ ટ્રેન અગાઉ ૨૭ જુલાઈ સુધી જ દોડાવાની હતી,
જોકે હવે તેને બે મહિના લંબાવી ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે.’ રેલવેના આ નિર્ણયના કારણે બિહારથી ગુજરાત આવતા મુસાફરોને લાભ મળશે. એટલે કે રોજગાર, વેપાર અથવા પારિવારિક કારણોસર અમદાવાદ, સુરત અને ઉધના તરફ નિયમિત પ્રવાસ કરનારાઓને તેનો ફાયદો થશે.’
આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ શનિવારે અને રવિવારે જયનગરથી રવાના થતી હતી અને એક્સપ્રેસ ટ્રેન તરીકે સાપ્તાહિત દોડાવાતી હતી, ત્યારે રેલવે ફેરો વધારવાનો જુલાઈમાં બીજી વખત નિર્ણય લીધો છે.
આ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રેલવે પ્રવાસીઓની માંગ અને ટ્રાફિકને ધ્યાને રાખી સમયે સમયે તેની સમીક્ષા કરી રહ્યું છે. આ ઉપરાંત પટણા-ઉધના અને ઉધના-પટણા એક્સપ્રેસ ટ્રેનોના ફેરામાં પણ વધારો કરાયો છે, જેના કાણે હવે બિહાર અને ગુજરાત વચ્ચેની કનેÂક્વવિટી વધુ સુલભ થઈ જશે.