Western Times News

Gujarati News

ચોર ગામની પ્રાથમિક શાળાને પણ છોડતા નથીઃ 2 લેપટોપ અને 1 ટેબલેટની ચોરી

કાલાવડ તાલુકાના છતર ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ ખાતર પાડયું વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા બે લેપટોપ અને એક ટેબલેટની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ

જામનગર, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી અને અંદરથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા બે લેપટોપ અને એક ટેબલેટની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળા કે જેમાં ગત ૨૮.૧૦.૨૦૨૪ થી ૧૭.૧૧.૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન શાળામાં પ્રવેશ મેળવી લીધો હતો, અને કબાટમાં રાખેલા વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના બે નંગ લેપટોપ તેમજ એક નંગ ટેબલેટ સહિત કુલ રૂપિયા ૪૫,૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ ગયા હતા.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે પ્રાથમિક શાળાના કર્મચારી શિલ્પાબેન અરવિંદભાઈ ચૌહાણ એ પોલીસ ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ આર.બી. ઠાકોર અને તેઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરાઇ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.