ભારત-પાક.વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની શક્યતા હતીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન, ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનો દાવો ફરી એક વાર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યાે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ પરમાણુ યુદ્ધ સાથે પૂરો થવાની પૂરી શક્યતા હતી.
આ યુદ્ધમાં ભારત અને પાકિસ્તાનના પાંચ વિમાન તોડી પડાયા હોવાનું રટણ પણ ટ્રમ્પે કર્યું હતું. વ્હાઈટ હાઉસ ખાતે કોંગ્રેસ સભ્યોને સંબોધનમાં ટ્રમ્પે જગત જમાદારની જેમ શેખી મારતા દાવો કર્યાે હતો કે, ભારત-પાકિસ્તાન ઉપરાંત રીપબ્લિક ઓફ કોંગો અને રવાન્ડાનું યુદ્ધ પણ તેમણે અટકાવ્યુ હતું.
ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં બંને દેશે પાંચ ફાઈટર પ્લેન તોડી પાડ્યા હોવાનું રટણ ચાલુ રાખતા ટ્રમ્પે જણાવ્યુ હતું કે આ યુદ્ધ સતત ભીષણ બની રહ્યુ હતું. તેથી મેં સ્પષ્ટ સુણાવી દીધું આ સ્થિતિ બંને દેશ માટે સારી નથી. યુદ્ધ ચાલુ રાખવું હોય તો ટ્રેડ નહીં થાય. બંને દેશ પરમાણુ શસ્ત્રથી સંપન્ન છે ત્યારે આ સંઘર્ષ ક્યાં જઈને અટકશે તેની કોઈને ખબર ન હોતી.
આખરે મેં યુદ્ધ અટકાવ્યુ હતું. વિશ્વના અલગ-અલગ દેશોને યુદ્ધથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાએ ઈરાનની સંપૂર્ણ પરમાણુ ક્ષમતાને નષ્ટ કરી કોસોવો અને સર્બિયાનો સંઘર્ષ પણ અટકાવ્યો છે. અન્ય કેટલાક દેશોને યુદ્ધ તરફ દોરી જનારા સંજોગો પર કાબૂ મેળવવામાં આવ્યો છે. પ્રમુખ તરીકે બાઈડન આવું ક્યારેય કરી શકત નહીં.
તેમણે તો કદાચ આ દેશોના નામ પણ નહીં સાંભળ્યા હોય. યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરિશે ટ્રમ્પનું નામ લીધા વગર તેમના આ દાવાને નકાર્યાે હતો. હરિશે કહ્યું હતું કે પાકિસ્તાનની વિનંતીના પગલે ભારતે શસ્ત્ર વિરામ સ્વીકાર્યાે હતો.
ભારતનો ઈરાદો યુદ્ધ કરવાનો હતો જ નહીં. ભારતે આતંકવાદીઓ અને તેમને સમર્થન આપનારા ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.SS1MS