ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગ પર કંબોડિયામાં મોટી કાર્યવાહી

નવી દિલ્હી, કંબોડિયામાં ઓનલાઈન સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની અપીલ પર કંબોડિયા સરકારે છેલ્લા ૧૫ દિવસમાં દેશભરમાં દરોડા પાડ્યા હતા. ૧૦૫ ભારતીય સહિત ૩૦૭૫ની ધરપકડ લોકોની ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર, ભારતીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને ગુપ્ત માહિતી મળી હતી કે કંબોડિયાથી ડિજિટલ અરેસ્ટનો ખેલ ચાલી રહ્યો છે. ત્યારે કંબોડિયા સરકારે ૧૩૮ અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોમાંથી ૬૦૬ મહિલાઓ છે. જેમાં ૧,૦૨૮ ચીની, ૬૯૩ વિયેતનામી, ૩૬૬ ઈન્ડોનેશિયન, ૧૦૧ બાંગ્લાદેશી, ૮૨ થાઈ, ૫૭ કોરિયન, ૮૧ પાકિસ્તાની, ૧૩ નેપાળી અને ૪ મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, મ્યાનમાર, રશિયા અને યુગાન્ડા જેવા અન્ય દેશોના લોકોની પણ ધરપકડ કરાઈ છે.
આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડ્રગ્સ, હથિયારો, ગોળીઓ, ચીની અને ભારતીય પોલીસના નકલી ગણવેશ, ડ્રગ્સ પ્રોસેસિંગ મશીનો મળી આવ્યા છે. ઘણાં કિસ્સાઓમાં, એક્સ્ટસી પાવડર જેવા ડ્રગ્સ પણ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ રેકેટમાં ઘણાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
આરોપીઓના કંબોડિયા ઉપરાંત અન્ય દેશોમાં કનેક્શન હોઈ શકે છે. જેની તપાસ ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર હવે કંબોડિયામાં ધરપકડ કરાયેલા ૧૦૫ ભારતીયોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગયા મહિને કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારત સરકારે નાગરિકોને કંબોડિયામાં કાર્યરત સાયબર ળોડ રેકેટથી સાવધ રહેવા ચેતવણી આપી છે.SS1MS