પોતાનાં તેલુગુ કમબૅક માટે સમંથા પ્રોડ્યુસર બનશે એવી ચર્ચા

મુંબઈ, સમંથાએ તેલુગુ ફિલ્મ કરી તેને ઘણો લાંબો સમય વિતી ગયો છે. જોકે, થોડા વખત પહેલાં એક તેલુગુ ફિલ્મ ‘શુભમ’માં કેમિયો રોલ કર્યાે હતો. તે પણ તેના પોતાના પ્રોડક્શનની ફિલ્મ હતી. આ હોરર કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી અને હાલ આ ફિલ્મ જિઓ હોટ સ્ટાર પર ઉપલબ્ધ છે.
તાજેતરમાં એવા અહેવાલો છે કે તે તેલુગુ ફિલ્મમાં કમબૅક કરવાની તૈયારી કરી રહી છે, તે એક ન્યુ એજ સોશિયલ ડ્રામા સાથે લીડ રોલ કરવા માગે છે. નોંધ લેવા જેવી વીત એ પણ છે કે તેનું નવું પ્રોડક્શન હાઉસ ત્રલાલા મુવિંગ પિક્ચર્સ પણ તેની ફિલ્મ પ્રોડ્યુસ કરી શકે છે. સમંથા સાથે ‘જબરદસ્થ’ અને ‘ઓહ બેબી’ જેવી ફિલ્મ કરી ચૂકેલા નંદિની રેડ્ડી તેની આ ફિલ્મ ડિરેક્ટ કરશે એવી ચર્ચા છે.
મહત્વની વાત એ છે કે આ ફિલ્મ બહુ નિયંત્રિત બજેટમાં બનશે. હાલ તેજ ગતિએ તેની ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ ચાલે છે, આ અંગે વધુ માહિતી ધીરે ધીરે જાહેર કરવામાં આવશે.
થોડાં મહિનાઓ પહેલાં આ ફિલ્મ અંગે કેટલાક અહેવાલો આવ્યા હતા. જોકે, નંદિની રેડ્ડીએ આ અહેવાલોને અફવા ગણાવી દીધા હતા. પરંતુ હવે બધું ફરી ટ્રેક પર ચડી ગયું હોય એવું લાગે છે.
સુત્રો દ્વાર મળતી માહિતીને આધારે ટૂંક સમયમાં આ ફિલ્મ અંગે જાહેરાત કરવામાં આવશે.છેલ્લે સમંથાએ ૨૦૨૩માં વિજય દેવરકોંડા સાથે ‘ખુશી’ ફિલ્મ કરી હતી.
ત્યાર પછી તેને કેટલીક તેલુગુ ફિલ્મ ઓફર તો થઈ પરંતુ તેણે આ બધી જ ફિલ્મ ઠુકરાવી દીધી હતી અને હિન્દી પ્રોજેક્ટ પર જ કામ કર્યું હતું. છેલ્લે તે ‘સિટાડેલ હનીબની’ વેબ સિરીઝમાં જોવા મળી હતી. જોકે, તે ખાસ ચાલી નહીં. હવે તે રાજ એન્ડ ડિકે સાથે ‘રક્ત બ્રમ્હાંડઃ ધ બ્લડિ કિંડમ’માં કામ કરી રહી છે.SS1MS