બેંક ઓફ ઇન્ડિયાને તેની વેબસાઇટ માટે STQC સર્ટિફિકેશન મેળવ્યું, વેબસાઇટ સુવિધાની દિશામાં અગ્રેસર

મુંબઇ, 24 જુલાઇ, 2025: ભારતની જાહેરક્ષેત્રની અગ્રણી બેંક ઓફ ઇન્ડિયા તેની સત્તાવાર વેબસાઇટ માટે સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન (એસટીક્યુસી) પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ બેંક બની છે, જે ડિજિટલ પહોંચ અને સમાવેશક બેંકિંગ માટેની તેની અતૂટ કટીબદ્ધતા દર્શાવે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (ડીએફએસ)ના દિશાનિર્દેશ અને ગાઇડલાઇન્સ ફોર ઇન્ડિયા ગવર્નમેન્ટ વેબસાઇટ્સ એન્ડ એપ્સ (GIGW 3.0) મૂજબ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટને વિવિધ પ્રકારની વિકલાંગતાઓ ધરાવતા વ્યક્તિઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વધુ સુવિધાજનક બનાવવામાં આવી છે.
વેબ કન્ટેન્ટ એક્સેસિબિલિટી ગાઇડલાન્સ (WCAG 2.1) અને વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના અધિકારો માટેના કાયદાનું પાલન કરતાં બેંક તમામ યુઝર્સ માટે માહિતી અને સેવાની અવિરત પહોંચ સુનિશ્ચિત કરે છે.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના એસટીક્યુસી દ્વારા 22 જુલાઇ, 2025ના રોજ અપાયેલા એસટીક્યુસી સર્ટિફિકેશન સમગ્ર ભારતમાં સુવિધાજનક અને નાગરિકોને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રજનીશ કર્ણાટક સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ મિશ્રા, ચીફ જનરલ મેનેજર અને સીઆઇઓ સુધિરંજન પાધી તેમજ જનરલ મેનેજર અને સીટીઓ સત્યેન્દ્ર સિંઘ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે બેંકની સુલભતાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવાની તેમજ દરેક વ્યક્તિને સેવાઓ સાથે સુવિધાથી જોડીને સશક્ત બનાવવાની કટીબદ્ધતાને મજબૂત કરી હતી.