‘કૂલી’એ યૂએસએમાં એડવાન્સ બૂકિંગમાં જ ૧૫૦ હજાર ડોલરની કમાણી કરી લીધી

મુંબઈ, સુપર સ્ટાર રજનીકાંતનો જાદુ ફરી છવાઈ જવાની તૈયારીમાં છે, આ વખતે તેઓ લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’ સાથે આવી રહ્યા છે. યૂએસમાં આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરૂ થયું એને હજુ બે દિવસ થયા છે અને તે ૧૫ હજાર ડોલરે પહોંચવાની તૈયારીમાં છે. ફિલ્મ રિલીઝ થવાને હજુ ૨૨ દિવસની વાર છે. રિલીઝને ૩ દિવસની વાર હોય અને આ આંકડો હોય એ બહુ મોટી વાત છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે આ ફિલ્મના ૩ ગીત રિલીઝ થયા છે તેમજ એક ટાઇટલ ટીઝર તેમજ કેટલાંક પોસ્ટર સિવાય હજુ કશું પણ જાહેર કરાયું નથી. હજુ તો આ ફિલ્મનું ટ્રેલર પણ ૨ ઓગસ્ટે રિલીઝ થવાનું છે, એવું ડિરેક્ટર કનગરાજે કહ્યું છે.
અત્યાર સુધીમાં ૫૦૦૦ ટિકિટ વેંચાઈ છે, જેને સ્ક્રીન દિઠ સરેરાસ ૨૦ ટિકીટ કહી શકાય. આ ફિલ્મ માટેની એડવાન્સ બૂકિંગ ટિકિટ તીવ્ર ગતિએ વેંચાઈ રહી છે અને તે નજીકના દિવસોમાં અટકે તેમ નથી. વિદેશોમાં ભારતની તમિલ ફિલ્મોને સૌથી સારો પ્રતિસાદ મળે છે, તેના પછી તેલુહુ ફિલ્મ. હાલ એવી આશા છે કે ૨૨ દિવસના સમયગાળામાં ૨ મિલિયન ડોલરથી ઓછી ટિકિટ બૂક નહીં થાય.
છેલ્લે રજનીકાંતની ‘કબાલી ’ આવી પછી આ ફિલ્મની હાઇપ સૌથી વધુ છે. તેના પછી તેની ૨.૦ અને જેલર પણ સારી ચાલી હતી. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે દર્શકોને પસંદ પડે એ જ અપેક્ષા છે.સામે ‘કૂલી’ અને ‘વોર૨’ની ટક્કરનો પણ ડર છે. જેમ જેમ રિલીઝ નજીક આવે છે, તેમ ટક્કર વધુ તગડી થતી જાય છે. છેલ્લાં થોડા સમયની આ સૌથી મોટી ટક્કર માનવામાં આવી રહી છે.
બંને ફિલ્મના થઈને ગ્લોબલી ૧૫૦૦ કરોડ દાવ પર લાગેલા છે. ટૂંક સમયમાં ‘વોર ૨’નું બૂકિંગ પણ શરૂ થઈ જવાનું છેય આ બંને ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે.SS1MS