સૈયારા ફિલ્મે સલમાનની ‘સિકંદર’ને પાછળ છોડી

મુંબઈ, મોહિત સુરીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. અનીત પડ્ડા અને અહાન પાંડે છવાઈ ગયા છે. સૌથી મોટું ઓપનિંગ મેળવ્યા પછી હવે આ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણીનો પડાવ પણ પાર કરી લીધો છે.
આ ફિલ્મ બીજા અઠવાડિયે પણ સારી કમાણી કરી રહી છે. બીજા અઠવાડિયાના સોમવારે ‘સૈયારા’એ ૨૪ કરોડની કમાણી કરી અને મંગળવારે તેનાથી પણ આગળ વધીને ૨૫ કરોડની કમાણી કરી છે.
જોકે, રવિવારની ૩૫.૭૫ કરોડની કમાણીથી આવકમાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે. આ ફિલ્મની કમાણીના અહેવાલો અનુસાર પાંચ દિવસના અંતે આ ફિલ્મે ૧૩૨.૨૫ કરોડની કમાણી કરી છે.
આ સાથે નવા કલાકારોની ફિલ્મ ૧૦૦ કરોડનો પડાવ પાર કરે એ ઐતિહાસિક ઘટના સિવાય હવે તેણે મુર્ગાદોસની ‘સિકંદર’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મે ભારતમાં ૧૨૯.૯૫ કરોડની કમાણી કરી હતી. હવે ‘સૈયારા’નું આગળનું લક્ષ્ય અશ્રય કુમારની ‘સ્કાય ફોર્સ’નો ૧૩૪.૯૩ કરોડનો રેકોર્ડ તોડવાનું છે.
જે બુધવાર સાંજ સુધીમાં તૂટી ગયો હોવાની શક્યતા છે. આ ફિલ્મ થોડાં વખતમાં આમિરની ‘સિતારે ઝમીન પર’નો ૧૬૪.૭૪ કરોડ તેમજ અક્ષય કુમારની ‘હાઉસફુલ ૫’ની ૧૯૮.૪૧ કરોડની કમાણીનો રેકોર્ડ તોડી નાખશે એવી પ્રબળ શક્યતા છે.
આ સાથે પ્રથમ ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણીમાં પણ ‘સૈયારા’એ ૧૧૯ કરોડની કમાણી કરીને ઘણી મોટા પ્રોડક્શનની ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે.સાથે જ ‘સૈયારા’ ડિરેક્ટર મોહિત સુરીની પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
તેની ‘એક વિલન’ની પહેલા દિવસની કમાણી ૧૬ કરોડ, ‘આશિકી ૨’ની કમાણી ૬ કરોડ હતી, જ્યારે ‘મર્ડર ૨’ની પહેલા દિવસની કમાણી ૭ કરોડ હતી.
આ ઉપરાંત યશરાજ ફિલ્મમ્સે થિએટર માલિકોને ફિલ્મની ચિકીચની ભાવ ન વધારવા વિનંતિ કરી છે, જેથી વધુ લોકો આ ફિલ્મ જોઈ શકે. મોહિત સુરીની આ પહેલાં આવેલી ફિલ્મ ‘આશિકી ૨’ એ પહેલા વીકેન્ડ પછી ૭૮.૧ કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘એક વિલન રિટર્ન્સ’એ ૪૩.૨૧ કરોડની કમાણી કરી હતી.
હવે તે ‘એક વિલન’નો ૧૦૫.૭૬ કરોડનો રેકોર્ડ પમ તોડશે. ૨૦૧૪માં આવેલી મોહિત સુરીની ‘એક વિલન’ પછી પહેલી ૧૦૦ કરોડની ફિલ્મ છે અને તે ૨૦૦ કરોડ ફિલ્મ બની શકે એવી શક્યતા છે.
જો ઇન્ડસ્ટ્રીના સેલેબ્ઝની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર અને કરણ જોહર સહીત ઘણા લોકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે.SS1MS