Western Times News

Gujarati News

‘અવતાર’માં આ વખતે થશે નવી વિલન ‘વારંગ’ની એન્ટ્રી

મુંબઈ, ફિલ્મમેકર જેમ્સ કેમેરુનની આ પહેલાં આવેલી બંને ‘અવતાર’ ફિલ્મ ખુબ જાણીતી થઈ અને બોક્સ ઓફિસ પર પણ ઘણી ચાલી હતી. જેમ્સ કેમેરુને આ ફિલ્મો બનાવવા માટે ઘણું સંશોધન અને અભ્યાસ કર્યા છે, તેમણે આ ફિલ્મો માટે અલગ ભાષાની પણ રચના કરી હતી. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ ‘અવતારઃ ફાયર એન્ડ એશ’ આવી રહ્યો છે, જેમાં પેન્ડોરાની વાર્તા ફરી આગળ વધશે.

આ ફિલ્મમાં નવી વિલનની એન્ટ્રી થવાની છે, ‘વારંગ’. આ પાત્ર ઊના ચેપ્લિન દ્વારા ભજવવામાં આવશે. આ ફિલ્મનું નવું પ્રકરણ ૧૯ ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે.

ટૂંક સમયમાં રિલીઝ થનારી માર્વેલની ફિલ્મ ‘ફેન્ટાસ્ટિક ૪ ઃ ફર્સ્ટ સ્ટેપ’ સાથે ૨૫ જુલાઈએ ‘અવતાર’નું પહેલું ટ્રેલર લોંચ કરવામાં આવશે. તાજેતરમાં જ ડિઝનીની લોસ એન્જલસ અને ન્યુયોર્કની ઓફિસમાં આ ફિલ્મનું ટ્રેલર દર્શાવાયું હતું.

જેમાં વારંગને લાલ અને કાળા પીંછા સાથે દર્શાવાઈ છે, જે ફ્લેમથ્રોવર ફેંકીને જ્વાળામુખીની જ્વાળાઓમાંથી પસાર થતી દેખાય છે. ટ્રેલર પરથી એવો પણ અંદાજ આવે છે કે વારંગ જેક અને નેયતિરીની દિકરી કિરિને બાનમાં લઇ લે છે. તે કહેતી દેખાય છે, “તારી દેવીની શક્તિઓ અહીં ચાલશે નહીં.” જેમાં નાવી પ્રજાતિના લોકો વચ્ચેનો આંતરિક વિખવાદનો પણ અંદાજ આવે છે.

થોડાં વખત પહેલાં એક ઇન્ટરવ્યુમાં જેમ્સ કેમેરુને જણાવ્યું હતું, “વારંગ એવા લોકોનું નેતૃત્વ કરે છે, જેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તેનાથી તે કઠોર થઈ ગઈ છે.

તે પોતાના લોકો માટે કંઈ પણ કરી છુટશે, એવું કામ પણ કરી જશે, જે કદાચ આપણને ખોટું લાગે.” આમ તેઓ એવો પણ સંકેત આપવા માગે છે કે તે પોતાના કામથી દર્શકોનાં સાચાં-ખોટાંના દૃષ્ટિકોણ સામે પણ પ્રશ્ન ખડાં કરી દેશે.કેમેરુનની દૃશ્ટિ ફિલ્મથી દર્શકોને સાદા સરળ મુલ્યો તરફ લઈ જવાની છે.

તેમણે આ અંગે જણાવ્યું હતું, “અમારે આ ફિલ્મમાં જે એક બાબત ખાસ કરવી હતી એ કે, બધું માત્ર સફેદ કે માત્ર કાળું એમ સરળ હોતું નથી. અમે એ વિચારધારાથી ઉપર ઉઠવા માગીએ છીએ કે બધા જ મનુષ્ય ખરાબ હોય છે કે બધાં જ નાવી સારા હોય છે.” નવી વિલન વારંગ સાથે આ ફિલ્મમાં જાણીતા કલાકારો સેમ વ‹થગ્ટન, જોઈ સલ્ડાના અને સિગર્ની વીવર તો હશે જ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.