શાહિદ કપૂરની છત્રપતિ શિવાજી પરની ફિલ્મ ટલ્લે ચડી

મુંબઈ, બોલિવૂડમાં ઐતિહાસિક વિષય પરની બાયોપિક સમયાંતરે બનતી જ રહી છે અને આ એક એવું જોનર છે, જે દર્શકોને ગમે છે પણ ખરું. ફિલ્મમેકર્સ આ જોનરની ફિલ્મ ઘણા માન અને પ્રેમ સાથે બનાવે છે.
આ જ રીતે જ્યારે ડિરેક્ટર અમિત રાય છત્રપતિ શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવી રહ્યા હોવાના અહેવાલો આવ્યા તો લોકો ઘણા ઉત્સાહમાં આવી ગયાં હતાં. આ ફિલ્મમાં શાહિદ કપૂર મરાઠી યોદ્ધાનો રોલ કરવાનો હતો. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ આ ફિલ્મ રિલીઝ થઈ શકે એવી શક્યતા ઓછી છે, આ ફિલ્મતંત્રની કામગિરીમાં ટલ્લે ચડી ગઈ હોવાની ચર્ચા છે.
આ વાતની ફિલ્મના ડિરેક્ટર અમિત રાયે જ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની ફિલ્મ માળિયે ચડાવી દેવાઈ છે. આ અંગે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરતા પપઅમિત રાયે કહ્યું કે, “આપણું તંત્ર ક્›ર છે.
તમે તમારી કુશળતાનું ૧૮૦ કરોડની ફિલ્મ (ઓએમજી૨) સાથે ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ છતાં, એ પૂરતું નથી. આ રીતે અહીં ડિરેક્ટર કઈ રીતે કામ કરે, આ પ્રકારની કાસ્ટિંગ, પ્રોડક્શન અને સ્ટાર અને મેનેજમેન્ટની દુનિયામાં કામ કરવું અશક્ય છે.”
આગળ પોતાની અકળામણ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે એક કલાકાર એક ફિલ્મની વાર્તા સાથે પાંચ વર્ષ સુધી જીવે છે અને પછી કોઇને તેના પર પાંચ કાગળનું શું સાચું અને શું ખોટું છે એ લખી નાખતા પાંચ મિનિટ થાય છે.
તેમણે જણાવ્યું, “કલાકાર એ જ ફિલ્મ કરશે જે બોક્સ ઓફિસ પર સારી ચાલે. એવા ઘણા ઓછા કલાકારો છે, જે મારી સાથે ઇમાનદાર હતા. ઘણી વખત એ લોકો એવી કોઈ ફિલ્મનો ભાગ બનવા માગતા નહોતા, જે સમાજનું સત્ય કહેતી હોય, તેના બદલે તેમને લવસ્ટોરી કરવી હતી.”અમિત રાયે આગળ કહ્યું કે તેમણે નક્કી કર્યુ છે કે તેઓ હવે પોતે જ પોતાની ફિલ્મ પ્રોડ્યુસ કરશે.
તેના આ નિર્ણયને હંગેરિયન સિનેમેટોગ્રાફર માતે હર્બા અને એક્શન એન્ડ મોશન પિક્ચર સ્પેશિયાલિસ્ટ આઇઝેક હેમને પણ ટેકો આપ્યો છે. તેમની હવે પછીની ફિલ્મમાં પણ પંકજ ત્રિપાઠી મહત્વના રોલમાં હશે.SS1MS