બોની કપૂરે જિમ વગર ઘટાડ્યું ૨૬ કિલો વજન

મુંબઈ, ફિલ્મમેકર બોની કપૂર હાલમાં તેના લુકના કારણે ચર્ચામાં છે. બોની કપૂરે તેની ફિટનેસથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. બોની ૬૯ વર્ષના છે અને આ ઉંમરમાં તેણે જિમ ગયા વગર ૨૬ કિલો વજન ઓછું કર્યું છે. તે હાલમાં ડાઈટ અને લાઈફસ્ટાઈલ પર ફોકસ કરી રહ્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે બોની કપૂરની ફિટનેસ રહસ્યને લઇને જણાવવામાં આવી રહ્યું છે કે તેણે વજન ઘટાડવા માટે ખૂબ મહેનત કરી છે. હેવી ફૂડ પર કંટ્રોલ અને ડાયટ પર ધ્યાન આપ્યુ હતું. બોનીએ ડિનર છોડી દીધું હતું.રિપોર્ટ પ્રમાણે બોનીએ સવારના બ્રેકફાસ્ટ અને લંચ પર ખાસ ધ્યાન રાખ્યું હતું. સવારના નાસ્તામાં ફ્‰ટ અને જ્યૂસ સાથે જુવારની રોટલી અને રાત્રે જમવાનું બંધ કર્યું હતું.
બોની રાત્રે ડિનરની જગ્યાએ સૂપ પિતો હતો. આ રીતે તેણે ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપ્યું હતું. તેણે માત્ર ખાવા-પીવા પર ધ્યાન આપી વજન ઓછું કર્યું છે. રિપોર્ટ અનુસાર બોની કપૂર વજન ઘટાડવા પર છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યો છે.
તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે શ્રીદેવીને આપેલું વચન પૂરું કરી રહ્યો છે. બોનીએ જણાવ્યું કે, ‘શ્રીદેવીએ કહ્યું હતું કે, જો તે તેના વાળ સાથે કઇ કરવા ઈચ્છે તો પહેલા વજન ઘટાડવું પડશે. એટલે ફિલ્મમેકરે સૌથી પહેલા વજન ઘટાડવા પર ખાસ ધ્યાન આપ્યું. વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં તેણે ૧૪થી ૧૫ કિલો વજન ઓછું કર્યું છે.’SS1MS