અમદાવાદ જિલ્લાના સિંગરવા ગામે નાણાકીય સમાવેશન અભિયાન અંતર્ગત યોજાયો મેગા કેમ્પ

Ahmedabad, સમગ્ર રાષ્ટ્રમાં હાલ નાણાકીય સમાવેશન અંતર્ગત જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન 01/07/2025થી 30/09/2025 સુધી યોજાવામાં આવે છે. આ અભિયાન દ્વારા લોકોને વીમા થકી સુરક્ષા, અટલ પેંશન યોજના, જન ધન ખાતા દ્વારા થતા લાભો આપી અને કે વાઈ સી તથા ખાતામાં વારસદાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના સિંગરવા ગામ ખાતે મેગા કેમ્પ 18 જુલાઈના યોજવામાં આવ્યો હતો.
આ તકે અમદાવાદ જિલ્લાના લીડ બેંક મેનેજર કિરણ કુમાર ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોને જનધન યોજના હેઠણ શૂન્ય બેલેન્સ ખાતું ખોલાવી અને રૂ 2 લાખના અકસ્માત વીમા લેવાની તક મળે છે.
PMJJY હેઠળ 18થી 50 વર્ષ સુધીના ભારતીય નાગરિકને ફક્ત રૂ 436 વાર્ષિક પ્રીમિયમ પર રૂ બે લાખનું વીમો અને PMSBY હેઠળ 18થી 70 વર્ષના લોકોને વાર્ષિક રૂ 20 ના પ્રીમિયમ પર રૂ બે લાખનું અકસ્માત વીમો આપવામાં આવે છે.
આ કેમ્પના માધ્યમથી તમામ યોજાનાઓ સિંગરવાના લોકો સુધી પહોંચાડવામાં આવી છે.
આ કેમ્પમાં પૂર્વ વટવા પ્રમુખ શી રમણભાઈ ભોઈ, એસ બી આઈ ના રીજીનલ પ્રમુખ શ્રી દીપક ઝા તેમજ ગ્રામપંચાયતમાં થી સખી મંડળની બહેનો અને ગામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.