“કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર AMAમાં વક્તવ્ય આપશે ડૉ. પ્રશાંત ભીમાણી

એએમએ દ્રારા “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” થીમ પર સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા શુક્રવાર, ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી એએમએ ખાતે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર એક દિવસીય સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આધુનિક કાર્યસ્થળના વિકસતા મનોવૈજ્ઞાનિક દૃશ્યનું અન્વેષણ કરવાનો છે, જેમાં એવી નિર્ણાયક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે વ્યક્તિ અને સંસ્થાઓનું કેવી રીતે ઘડતર કરે છે અને તેમની પ્રગતિમાં ફાળો આપે છે. સાયકોલોજી કોન્ફરન્સમાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત તેમના મંતવ્યો અને વિચારો રજૂ કરશે.
તારીખ: ૨૫ જુલાઈ, ૨૦૨૫ સમય: સવારે ૯:૩૦થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી
પ્રવેશ: નોંધણી દ્રારા , સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
ડૉ. સાવન ગોડિયાવાલા, પ્રમુખ, એએમએ સ્વાગત પ્રવચન આપશે અને ડૉ. પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, સ્પીકર અને લેખક, “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર મુખ્ય વક્તવ્ય આપશે.
શ્રી પ્રણવ પંડયા, સહ-સ્થાપક અને ચેરમેન, દેવ આઈટી લિમિટેડ; ભૂતપૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર, જેશીયા આઈટી એસોસિયેશન, “કોર્પોરેટ જીવન અને કાર્યસ્થળમાં માનસિક સુખાકારી અને સ્થિતિસ્થાપકતા” પર સંબોધન કરશે. ડૉ. મંજુલા પૂજા શ્રોફ, એમડી અને સીઈઓ, કેલોરેક્સ ગ્રુપ, “કાર્યસ્થળમાં સુખાકારી: શું આપણે ભવિષ્યના કાર્યબળને સમજીએ છીએ?” વિષય પર સંબોધન કરશે.
“કિશોરોમાં ભાવનાત્મક વિકૃતિઓ, યુવાનોમાં સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર પેનલ ડિસ્કશન ડૉ. કામાયની માથુર, ભૂતપૂર્વ ડાયરેક્ટર અને વડા, મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી; ડૉ. નીતા સિંહા, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી; અને શ્રી મધુસૂદન મુકરજી, એસોસિયેટ પ્રોફેસર, એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કૉલેજ ફોર ગર્લ્સ સંબોધશે અને પેનલ ડિસ્કશનનું સંચાલન ડૉ. વિશાલ ઘુલે, ડીન, એસોસિયેટ પ્રોફેસર, I/O સાયકોલોજી, સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ, એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી કરશે.
સુશ્રી રિધ્ધિ દોશી પટેલ, સ્થાપક – એલએજેએ; ટેડએક્સ સ્પીકર; સર્ટિફાઇડ ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ; પેરેન્ટિંગ કાઉન્સેલર; કોર્પોરેટ ટ્રેનર (માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી), ડૉ. વિશાલ ઘુલે અને ડૉ. મનીષ ચાવડા (ટ્રેનર, કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર; એચઆર (સ્ટ્રેસ મેનેજમેન્ટ)માં પીએચ. ડી. “નેતૃત્વ માટે સહાનુભૂતિ અને ભાવનાત્મક બુધ્ધિ” વિષય પર સંબોધન કરશે. ડૉ. વિશાલ ઘુલે અને સુશ્રી રિધ્ધિ દોશી પટેલ સમાપન અને આભાર દર્શન કરશે.