વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન થયેલો ભારત-યુકે FTA મેક ઈન ઈન્ડિયા માટે નવા યુગનો પ્રારંભ દર્શાવે છેઃ ટીવીએસ મોટર

AI Image
નવી દિલ્હી / લંડન, 24 જુલાઈ, 2025 – ટીવીએસ મોટર કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની બ્રિટનની સત્તાવાર યાત્રા દરમિયાન ભારત-યુકે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (એફટીએ) થયાનું સ્વાગત કર્યું હતું.
આ અભૂતપૂર્વ કરારથી દ્વિપક્ષી વેપાર 60 અબજ યુએસ ડોલરથી વધીને 2030 સુધીમાં 120 અબજ યુએસ ડોલર થવાની સંભાવના છે અને તે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા તરફનું એક નોંધપાત્ર પગલું છે.
એફટીએ ભારતના ઉત્પાદન અને ડિઝાઇન ક્ષેત્ર માટે, ખાસ કરીને ભારત સરકારની ફ્લેગશિપ મેક ઈન ઈન્ડિયા પહેલ માટે નવા વૈશ્વિક મોરચા ખોલશે. ટીવીએસ મોટર કંપની માટે આ કરાર ખૂબ મહત્વના સમયે થયો છે કારણ કે તે આઈકોનિક બ્રિટિશ બ્રાન્ડના તેના વ્યૂહાત્મક વિસ્તરણના પગલે યુકેમાં નોર્ટન મોટરસાઇકલ્સની નવી લાઇન લોન્ચ કરવા માટે તૈયાર છે.
આ એફટીએનું સ્વાગત કરતા ટીવીએસ મોટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુદર્શન વેણુએ જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિજન અને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન પાવરહાઉસ બનાવવાની તેમની અદ્વિતીય પ્રતિબદ્ધતાથી ખૂબ જ પ્રેરિત છીએ. ભારત-યુકે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર એ ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ છે.
તે મેક ઈન ઈન્ડિયાને વિશ્વમાં લઈ જવા માટે ભારતીય કંપનીઓ માટે નવા મોરચા ખોલે છે. અમે ખાસ કરીને એટલા માટે ઉત્સાહી છીએ કારણ કે આ વર્ષે નવા નોર્ટન વ્હીકલ્સ લોન્ચ થયા છે
જેને ભારત તથા યુકે વચ્ચેના વેપારી સંબંધો મજબૂત થવાથી લાભ થશે. તે અમારી વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને વેગ આપે છે તથા વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સ તથા બ્રાન્ડ્સ બનાવવાના અમારા નિર્ધારને મજબૂત બનાવે છે.
ટીવીએસ મોટર માને છે કે ભારત-યુકે એફટીએ પોતાની વૈશ્વિક હાજરી વિસ્તારવા માટે ભારતીય કંપનીઓ માટે પ્રચંડ તકો ઊભી કરશે અને દેશની નવીનતાઓ તથા એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતાઓને મોટા પ્લેટફોર્મ પર રજૂ કરશે.