સ્કુલ વાનચાલકે જ એકલતાનો લાભ લઈ માનતાને લજવતું કામ કર્યુ

પ્રતિકાત્મક
પલસાણામાં સ્કૂલવાન ચાલકે ચાલું ગાડીએ સગીર વિદ્યાર્થિને શારીરિક અડપલા કર્યા -ચાલું ગાડીએ વિદ્યાર્થિની સાથે કર્યું ન કરવાનું કામ, પછી ચોકલેટ આપી ઘરે ઉતારી દીધી
સુરત, તાજેતરમાં શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મુકવા માટે સ્કૂલવાનમાં મોકલે છે. પરંતુ આ સ્કૂલવેન ચાલકો પર વિશ્લાસ કેવી રીતે કરી શકાય આવો એક ગંભીર સવાલ હાલ સુરતના પલસાણામાં બનેલી ઘટના બાદ ઉદભવ્યો છે. ઘટનાએ બની કે, સ્કૂલથી છૂટ્યા બાદ સ્કૂલવાન મારફતે એક વિદ્યાર્થિને ઘરે મુકવા જઈ રહેલા વાનચાલકે જ એકલતાનો લાભ લઈ માનતાને લજવતું કામ કરી નાખ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પલસાણા તાલુકાના એક ગામની સગીર વિદ્યાર્થિની બારડોલી ખાતે એક શાળામાં અભ્યાસ કરે છે, જે શાળાએથી છૂડ્યા બાદ પરત પોતાના ઘરે જઈ રહી હતી. દરમિયાન વિદ્યાર્થિની સ્કૂલવાનમાં ડ્રાઈવર સાથે આગળની સીટ પર બેઠી હતી. સ્કૂલવાનમાં વિદ્યાર્થિનીને એકલી જોઈને વાનચાલકની દાનત બગડી અને વિદ્યાર્થિના ગુપ્ત ભાગોમાં શારીરિક અડપલાં કર્યા હતા.
ચાલુ વાને આવી કાળી કરતુત કરી વાનચાલકે વિદ્યાર્થિનીને કઈંજ ન કર્યું હોય તે માફક વિદ્યાર્થિનીને હાથમાં ચોકલેટ થમાવી ઘરે ઉતારી ગયો હતો. જોકે ઘરે પહોંચતા જ વિદ્યાર્થિનીના હાથમાં ચોકલેટ જોતા પરિવારના સભ્યોએ સવાલ કર્યો ત્યારે, વિદ્યાર્થિની પોતે બાથરૂમમાં જઈ રડી પડી હતી અને સ્કૂલવાન ચાલકે કરેલી કરતુત અંગે જાણ કરી પરિવારજનો પણ સ્તબ્ધ કરી દીધા હતા.
આ ગંભીર બાબતે પરિવારજનો તાત્કાલિક પલસાણા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર, આ ઘટનામાં આરોપીનું નામ નરપત રાજપુરોહિત છે અને તે વર્ષે ૨૦૦૭માં પણ સ્કૂલ વર્દીનું કામ કરતો હતો, ત્યારે પણ એક બાળકી સાથે આવું જ કૃત્ય કર્યું હતું. એટલે કે આરોપી નરપત પહેલેથી જ આવી માનસિકતા ધરાવે છે.
હાલ આ મામલે પોલીસે સગીર વિદ્યાર્થિનીના પરિવારજનોએ આપેલી ફરિયાદના આધારે સ્કૂલવાનના ચાલક નરપત હનુમાનસિંગ પુરોહિત વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક હરકતમાં ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે, ત્યારે પોતાની બાળકોને સ્કૂલે લઈ જવા મુકવા-લેવા આવતા સ્કૂલવાન ચાલકો પર કેવી રીતે ભરોસો કરવો તેવા ગંભીર સવાલો ઉઠ્યા છે, જેથી વિકૃત માનસિકતા ધરાવતા સ્કૂલ વાનચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.