Western Times News

Gujarati News

નયારા એનેર્જીનો રૂ.૭૦,૦૦૦ કરોડના રોકાણ સાથેનો ભારતમાં વિસ્તરણ પ્રોજેક્ટ

(એજન્સી)મુંબઈ, ભારતમાં નયારા એનર્જી તેના રૂ. ૭૦,૦૦૦ કરોડના વિસ્તરણ પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે અને ગુજરાતની વિકાસગાથામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે. નયારા એનર્જી ભારતમાં કાયદા અને નિયમનોનું સંપૂર્ણ પાલન કરે છે.

એક ભારતીય કંપની તરીકે અમે દેશની ઊર્જા સુરક્ષાને ટેકો આપવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે દ્રઢપણે સમર્પિત છે. અમારી સંસ્થા ભારતીય કાયદા પ્રમાણે ચાલે છે અને અમે દેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ પ્રદાતા તરીકે ગર્વભેર કામ કરીએ છીએ.

અમારી કામગીરીઓ ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ઘનિષ્ઠપણે સંલગ્ન છે. દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતાના લગભગ ૮ ટકા, ભારતના રિટેલ પેટ્રોલ પંપ નેટવર્કના ૭ ટકા અને પોલીપ્રોપિલિન ક્ષમતાના અંદાજિત ૮ ટકા જેટલું યોગદાન આપવા ઉપરાંત સમગ્ર દેશના ૫૫,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ કર્મચારીઓને નોકરી આપીને નયારા એનર્જી ભારતની ઊર્જા સુરક્ષામાં મહત્વના સ્થાને રહે છે.

સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નોકરીઓના સર્જનમાં અમારા હાલ ચાલી રહેલા રોકાણો તથા પેટ્રોકેમિકલ્સ અને રિટેલ નેટવર્ક વિસ્તરણમાં સતત રોકાણો ભારતના વધી રહેલા બજાર પ્રત્યે અને ઊર્જાની બાબતે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દેશની મહત્વાકાંક્ષાને આગળ લઈ જવા માટે અનન્ય પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતમાં, ભારત માટે અમારું વિઝન અમારી કામગીરીના દરેક પાસામાં કેન્દ્રસ્થાને છે. આ સિદ્ધાંતને સંલગ્ન રહેતા અમે ભારતના સૌથી મોટા ખાનગી ફ્યુઅલ રિટેલ નેટવર્ક, સંસ્થાકીય વેચાણ તથા અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) સાથે ભાગીદારીઓ દ્વારા સ્થાનિક બજારમાં મુખ્યત્વે સેવાઓ પૂરી પાડીએ છીએ.
નયારા એનર્જી ભારતની વૃદ્ધિ ગાથા પ્રત્યે અડગ રહે છે અને ઓગસ્ટ ૨૦૧૭થી ભારતમાં વિવિધ પ્રોજેક્ટ્‌સમાં રૂ. ૧૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે

જેમાં હાલની રિફાઇનિંગ સુવિધાઓને અપગ્રેડ કરવા, નવા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં રોકાણ કરવા અને અન્ય નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનો સમાવેશ થાય છે. આ પહેલ ભારતમાં પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્‌સ માટે પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે જે સસ્તી અને સુલભ ઊર્જા પ્રદાન કરવામાં મદદ કરશે.

નયારા એનર્જી લાંબા ગાળે પેટ્રોકેમિકલ, ઇથેનોલ પ્લાન્ટ, માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને ઇએસજી પ્રોજેક્ટ્‌સ સહિત રિફાઇનરી વિશ્વસનીયતા માટે રૂ. ૭૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવાનું ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.