લક્જમબર્ગમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ તદ્દન ફ્રી ?

AI Image
વર્ષ ર૦ર૦માં લક્જમબર્ગના નાગરિકો માટે બસ-ટ્રેન- ટ્રામમાં વિનામૂલ્યે મુસાફરીનો નિર્ણય લેવાયાના અહેવાલો ઃ વાયુ પ્રદુષણ ઘટાડવા નિર્ણય લેવાયો
નવી દિલ્હી, શું તમામ પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ ફ્રી હોઈ શકે ખરી ? ક્યા દેશમાં નાગરિકો માટે સરકાર આ પ્રકારની સેવા આપતી હશે ? તો જાણી લઈ એ કે આ દેશનું નામ છે લક્જમબર્ગ. લક્જમબર્ગમાં નાગરિકો માટે તમામ પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ તદ્દન ફ્રી છે.
નાગરિકો બસ-ટ્રેન- ટ્રામમાં વિનામૂલ્યે ફરી શકે છે તે પ્રકારના અહેવાલો રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવેલા છે. લક્જમબર્ગ એ યુરોપિય મહાદ્રીપનો એક હિસ્સો છે. આ દેશની ગણતરી યુરોપના સૌથી મોંઘા દેશમાં થાય છે. લક્જમબર્ગમાં પ્રતિ વ્યક્તિ જી.ડી.પી યુરોપિય સંઘમાં સૌથી વધારે છે એવુ કહેવાય છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ તદ્દન ફ્રી કરવા પાછળ કેટલાક કારણો છે એવી પણ વાત સપાટી પર આવી છે કે વર્ષ ર૦ર૦માં લક્જમબર્ગમાં પ્રતિ ૧૦૦૦ વ્યકિતએ અંદાજે ૬૯૬ કાર હતી તેને કારણે ટ્રાફિકની સમસ્યા વાયુ પ્રદુષણ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો અને તેથી જ ર૦ર૦ના વર્ષથી પોતાના નાગરિકો માટે લક્જમબર્ગમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ફ્રી કરવામાં આવ્યું હતું.
પૂરી દુનિયામાં મોટેભાગે આ એક માત્ર દેશ છે કે જ્યાં બધી પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટની સર્વિસ બિલકુલ ફ્રી કરી દેવામાં આવી છે. તેમાં બસ- ટ્રેન, ટ્રામનો સમાવેશ થાય છે પરંતુ તેમાં કેટલાક અપવાદ પણ છે જો યાત્રી ફર્સ્ટકલાસ કેટેગરીમાં યાત્રા કરવા માંગે છે અગર તો સીમાપાર જવાવાળી ટ્રેનમાં યાત્રા કરે છે તો તેને ટીકીટ લેવી પડે છે. મોટેભાગે વાયુ પ્રદુષણના કારણોસર પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
લક્જમબર્ગને લઈને જુદા-જુદા માધ્યમોમાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લેવામાં આવે તો લક્જમબર્ગ એ યુરોપિય મહાદ્વીપનો હિસ્સો છે અનેઆ દેશ સુખી સંપન્ન મનાય છે કારણ કે યુરોપિય સંઘમાં પ્રતિ વ્યક્તિ જી.ડી.પી. તેની વધારે છે તેમ કહેવાય છે. દુનિયામાં વધતા જતા વાયુ પ્રદુષણને લઈને અનેક દેશો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે તે પણ હકીકત છે.