બ્રિગેડ હોટેલ વેન્ચર્સે 17 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 324.72 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું

- બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિમિટેડ (“ઈક્વિટી શેર”)ના રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 85થી રૂપિયા 90 નક્કી કરવામાં આવેલ છે.
- જાહેર ભરણાની ઓફર ગુરુવાર, 24 જુલાઈ, 2025ના રોજ ખુલશે અને સોમવાર, 28 જુલાઈ 2025ના રોજ બંધ થશે.
- લઘુત્તમ 166 ઈક્વિટી માટે શેર અરજી કરી શકાય છે અને ત્યારબાદ 166 ઈક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.
અગ્રણી બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડ(બીએચવીએલ)એ તેના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) અગાઉ દરેક રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેરની રૂપિયા 90ની અપર પ્રાઈઝ બેન્ડથી 17 એન્કર ઈન્વેસ્ટર્સને 3,60,81,000 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને રૂપિયા 324.72 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે(દરેક ઈક્વિટી શેરદીઠ રૂપિયા 80 શેર પ્રીમિયમનો સમાવેશ થાય છે).
એન્કર બુકને વ્યાપક પ્રમાણમાં દિગ્ગજ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને તેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, 360 વન મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, મોતિલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ તથા એડેલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ વગેરેનો સમાવેશ થતો હતો.
એન્કર ઈન્વેસ્ટર્સને જે 3,60,81,000 ઈક્વિટી શેરની કુલ ફાળવણી કરવામાં આવી છે તે પૈકી 2,54,88,636 ઈક્વિટી શેર (જે એન્કર ઈન્વેસ્ટર્સને કરાયેલી કુલ ફાળવણીના 70.64 ટકા હિસ્સો છે) કુલ 12 સ્કીમ્સ મારફતે 6 ડોમેસ્ટીક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી કરાઈ છે.
કુલ ઓફર દરેક રૂપિયા 10ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેરોના ફ્રેશ ઈશ્યુના રૂપિયા 7596.0 મિલિયનથી બનેલ છે. આ ઈશ્યુમાં યોગ્યતા ધરાવતા કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂપિયા 75.96 મિલિયન સુધીના કુલ રિઝર્વેશન તથા બ્રિગેડ એન્ટરપ્રાઈસિસ લિમિટેડ (બીઈએલ) શેરધારકો દ્વારા સબ્સ્ક્રીપ્શન માટેના કુલ રૂપિયા 303.84 મિલિયનના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શન (“એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શન ડિસ્કાઉન્ટ”)ને દરેક ઈક્વિટી શેર પર રૂપિયા 3 ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવેલી છે.
કંપની જાહેર ભરણા મારફતે એકત્રિત કરવામાં આવનાર મૂડી ભંડોળનો ઉપયોગ કંપની તથા મટેરિયલ સબસિડરી-એસઆરપી પ્રોસ્પેરિટા હોટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા બાકી દેવાની રકમ રૂપિયા 4681.4 મિલિયનના સંપૂર્ણ અથવા આંશિક ભાગનું રિપેમેન્ટ/પ્રિપેમેન્ટ કરવા માટે કરવામાં આવશે. જે રકમ પરત ચુકવણી કરવામાં આવશે તેમાં કંપની દ્વારા ઉપલબ્ધ રૂપિયા 4136.9 મિલિયન અને મટેરિયલ સબસિડરી-એસઆરપી પ્રોસ્પેરિટા હોટેલ વેન્ચર્સ લિમિટેડના રૂપિયા 544.5 મિલિયનનો સમાવેશ થાય છે. આ મૂડીનો ઉપયોગ અમારા પ્રમોટર, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (બીઈએલ)થી જમીનના અવિભાજીત ભાગની ખરીદી માટે રૂપિયા 1075.2 મિલિયનની ચુકવણી સાથે સાથે અનઆઈડેન્ટીફાઈડ એક્વિઝીશન્સ, અન્ય વ્યૂહાત્મક પહેલો તથા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોના માધ્યમથી ઈનઓર્ગેનિક ગ્રોથ માટે આગળ આવશે.
જેએમ ફાયનાન્શિયલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ આ ઈશ્યુના બૂક રનિંગ લીડ મેનેજર છે.