યુએસ ટેક કંપનીઓ માટે ભારતીયોને નોકરી આપવાના દિવસો પૂરા થયાઃ ટ્રમ્પ

ન્યૂયોર્ક/વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેક કંપનીઓને સીધી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ચીનમાં ફેક્ટરીઓ બાંધવાના અને ભારતીય કામદારોને નોકરી આપવાના દિવસો હવે તેમના કાર્યકાળમાં પૂરા થઈ ગયા છે.
એઆઈ સમિટ દરિયાન ટ્રમ્પે ત્રણ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઈન કર્યા હતા, જેમાં વ્હાઈટહાઉસમાં એઆઈના ઉપયોગ સહિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લગતી ત્રણ બાબતનો સમાવેશ થાય છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં પણ અમેરિકાને મોખરે રાખવાના હેતુથી ન્યૂયોર્ક ખાતે એક સમિટ યોજાયુ હતું. આ સમિટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, લાંબા સમયથી અમેરિકન ઉદ્યોગો નુકસાનકારક વૈશ્વિકીકરણ અપનાવ્યું છે, જેના કારણે લાખો અમેરિકન પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું અનુભવે છે.
અમેરિકામાં મળેલી સ્વતંત્રતાનો લાભ લઈ ઘણી મોટી ટેક કંપનીઓએ ચીનમાં ફેક્ટરીઓ બનાવી, ભારતીય કામદારોને નોકરી પર રાખ્યા અને આયર્લેન્ડમાં નફાની આવક જમા કરાવી.આ હકીકત બધા જાણે છે, પરંતુ ટ્રમ્પના પ્રમુખકાળમાં તે દિવસો હવે પૂરા થઈ ગયા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં પણ અમેરિકાને મોખરે રાખવાનું આહવાન કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, એઆઈની રેસમાં જીતવા માટે સિલિકોન વેલી અને તેના કરતાં પણ ઘણાં આગળ સુધી દેશભક્તિ અને દેશદાઝના નવા જુસ્સાની જરૂર છે.
અમેરિકાની તમામ ટેકનોલોજી કંપની યુએસમાં જ રહે તે આપણા માટે જરૂરી છે. આપણે અમેરિકા ફર્સ્ટનું સૂત્ર સાકાર કરવાનું છે. ટ્રમ્પે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્હાઈટ હાઉસમાં ઉપયોગ કરવા બાબતે એક્શન પ્લાન પર સહી કરી હતી.SS1MS