Western Times News

Gujarati News

મારે એલનની જરૂર છે, તેની કંપનીઓ તબાહ કરવાની વાત ખોટીઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કની કંપનીઓ પર તલવાર લટકી રહી હોવાની અફવાઓ અંગે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, આમ કહેવું ખોટું છે કે હું મસ્કની કંપનીઓને મળનારી સરકારી સબસિડી ખતમ કરવાનો છું.ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું કે, હું એલન મસ્કની કંપનીઓને તબાહ કરી દઈશ, અને તેની મોટી સરકારી સબસિડી છીનવી લઈશ.

આ તદ્દન ખોટું છે. હું ઇચ્છું છું કે મસ્ક અને આપણા દેશમાં કામ કરતા તમામ બિઝનેસ આગળ વધે અને અગાઉ કરતા પણ વધુ વિકાસ કરે.એલન મસ્કની જરૂર છે, અલબત્ત યુએસમાં રહેલી તમામ કંપનીઓની જરૂર છે.

આ લોકો જેટલો સારો બિઝનેસ કરશે, તેટલો જ અમેરિકાને ફાયદો થશે. અને આ આપણા તમામ માટે સારું છે. અમે દરરોજ રેકોર્ડ બનાવી રહ્યા છીએ, અને હું ઇચ્છું છું કે આવું જ ચાલતું રહે તેમ યુએસ પ્રમુખે ટ્‌›થ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું. ટ્રમ્પે એલન મસ્ક પ્રત્યે આ પ્રકારનું નરમ વલણ તાજેતરમાં સૌપ્રથમ વખત દર્શાવ્યું છે.

અગાઉ આ મહિનાની શરૂઆતમાં તેમણે મસ્કની કંપનીઓને મળનારી અબજો ડોલરની સબસિડી ખતમ કરવાના સંકેત આપ્યા હતા. મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટિફુલ બિલની ટીકા કરી હતી જે બાદમાં સેનેટમાં પાતળી બહુમતિથી પસાર થયું હતું. આ બિલમાં સબસિડીને નાબૂદ કરવાની દરખાસ્ત કરાઈ હતી.

ટ્રમ્પ સરકાર હાલમાં જે સબસિડી આપે છે, તેનાથી ટેસ્લા સહિતની ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપનીઓને મોટો ફાયદો મળે છે. મસ્ક એક સમયે ટ્રમ્પના ખાસ મિત્રમાં સ્થાન ધરાવતા હતા અને તે ટ્રમ્પના પ્રમુખ તરીકેના બીજા કાર્યકાળમાં કાર્યદક્ષતા વિભાગમાં મહત્વના પદે હતા.

પરંતુ બિલને લઈને ઉઠેલા વિવાદ બાદ મસ્કે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. થોડા દિવસો બાદ ટેસ્લાના સીઈઓએ અમેરિકન પાર્ટી નામે નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.