Western Times News

Gujarati News

ઇડસ્ટ્રીમાં આઉટસાઈડર્સે રાતોરાત સ્ટાર બનવાની અપેક્ષા ન રાખવીઃ અજય

મુંબઈ, હાલ અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું પ્રમોશ કરી રહ્યો છે, ત્યારે તે તાજેતરમાં અર્ચના પુરણસિંહના યુટ્યુબ શોમાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા કલાકારોને સલાહ આપી હતી. તેણે આ અંગે ખુલીને વાત કરી હતી.

અજય દેવગને કહ્યું હતું કે ઘણા નવા કલાકારો અવાસ્તવિક અપેક્ષાઓ સાથે એક્ટિંગની કળા, શિસ્ત કે લાંબા ગાળાના સમર્પણ ભાવને સમજ્યા વિના રાતોરાત સ્ટાર બનવાની આશાએ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. અજય દેવગને કહ્યું કે બહારથી આવતા ઘણા લોકો તેમને એક્ટર બનવું છે કે સેલેબ્રિટી તેની સ્પષ્ટતા વિના જ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. લોકપ્રિયતા એ ઇન્ડસ્ટ્રીનું પ્રવેશદ્વાર ન હોઈ શકે.

જો તમે સતત એક્ટિંગની ક્ષમતા બતાવો તો, તે મહેનતની કમાણીનું પરિણામ હોઈ શકે. આગળ અજય દેવગને સ્પષ્ટતા કરી કે, તે જાણે છે કે કેટલાંક નવોદિત કલાકારો વાસ્તવિક છે અને વિનમ્ર પણ છે. તેણે જણાવ્યું કે ઘણા કલાકારો ગેરમાન્યતા સાથે આવે છે કે લોકપ્રિયતા તાત્કાલિક અને મહેનત વિના જ મળી જશે.

જ્યારે ઇન્ડસ્ટ્રીના માહોલમાં ઉછરેલાં લોકો માટે ફિલ્મની દુનિયામાં પ્રવેશ સરળ છે, તે બાબતે અજય દેવગને કહ્યું કે તમે જે માહોલમાં મોટાં થયાં હોય, એની મદદ ચોક્કસ મળે છે, તમે કામના સિદ્ધાંતો અને તેના કારણે ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનો આવી શકે છે.

તો જાણીતી એક્ટ્રેસ વાણી કપૂરે એક બહારથી આવેલી એક્ટ્રેસ તરીકે કેટલાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો તે અંગે વાત કરીને પોતે ટકી રહેવા માટે કેટલો સંઘર્ષ કર્યાે એ અંગે વાત કરી હતી. કોઈ જાણીતા સંબંધીઓ વિના ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા અંગે વાણીએ વાત કરી હતી.

વાણીએ જણાવ્યું, “ખાસ તો તમે જ્યારે ઇન્ડસ્ટ્રી બહારથી આવ્યા હોય અને તમારી પાસે ઇન્ડસ્ટ્રીમાં કોઈ સપોર્ટ સિસ્ટમ ન હોય, ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં તમારે પોતાને જ તમારી જાતને ખુશ રાખવી પડે. તમારી પાસે અંકલ અને આંટીઓ અને કાકા અને કાકીઓ તમારો ઉત્સાહ વધારવા હાજર નથી હોતા. હું પોતે પણ સંબંધો બનાવવામાં બહુ સારી નથી.”

ઇન્ડસ્ટ્રીની અંધારી બાજુ પર પ્રકાશ પાડતાં વાણીએ કહ્યું કે તેણે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડતું નથી. તેણે કહ્યું કે આ બાબતનો અને તેને લોંચ કરવાનો શ્રેય યશરાજ ફિલ્મ્સના પ્રોફેશનાલિઝમ અને સુરક્ષાને જાય છે.

ખાસ તો કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ વાણીના પરિવારને આશ્વાસન આપ્યું હતું અને તેને નવા શહેરમાં મોકલીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કૅરિઅર બનાવવાના નિર્ણયમાં મદદ કરી હતી. હવે વાણી કપૂરની ‘મંડલા મર્ડર્સ’ સિરીઝ આવી રહી છે, જેમાં તેએ એક ઇન્વેસ્ટિગેટીવ ઓફિસરના રોલમાં જોવા મળશે.

આ સિરીઝ રાની મુખર્જીની ‘મર્દાની’ના ફિલ્મ મેકર્સ ગોપી પુથ્રન અને મનન રાવત દ્વારા બનાવવામાં આવી છે. જેમાં ક્›ર હત્યાઓની વાત કરવામાં આવશે. આ સિરીઝમાં વાણી ઉપરાંક સુરવીન ચાવલા, વૌભવ રાજ ગુપ્તા, શ્રિયા પિલગાંવકર અને જમીલ ખાન સહિતના કલાકારો મહત્વના રોલમાં છે. આ સિરીઝ ૨૫ જુલાઈથી નેટફ્લ્કિસ પર આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.