ભારતમાંથી ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી એક માત્ર ફિલ્મ ‘વાર ૨’

મુંબઈ, યશરાજ ફિલ્મ્સ અને દુનિયામાં લોકોને મનોરંજનનો અનુભવ કરાવવામાં ગ્લોબલ લીડર ડોલ્બી લેબોરેટરીઝ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દુનિયાભરના ડોલ્બી સિનેમામાં ઓગસ્ટમાં રિલીઝ થનારી ‘વાર ૨’ એકમાત્ર ફિલ્મ હશે.
આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ભારતમાં ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી ‘વાર ૨’ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મ નોર્થ અમેરિકા, યૂકે, યૂએઈ, સાઉધી અરેબિયા, કુવૈત અને અન્ય દેશોમાં હિન્દી અને તેલુગુ બંને ભાષામાં રિલીઝ થવાની છે. જેમાં ડોલ્બીની ટેન્કોલોજીના કારણે દર્શકોને નવો અનુભવ મળી રહેશે. સાથે જ ફિલ્મની ક્રિએટીવિટીની બારીકાઈઓ પણ લોકોને જોવા મળશે.
ડોલ્બી દ્વારા પુણેના ખારડી ખાતે પહેલું થિએટર ખોલાયું છે, ત્યાર પછી તેઓ હૈદ્રાબાદ, બેંગ્લુરુ, ત્રિચી, કોચી અને ઉલ્લીકલ ખાતે થિએટર ખોલી રહ્યા છે. યશરાજ અને ડોલ્બી વચ્ચેના દાયકાઓનાં જોડાણ પછી તેઓ આ ફિલ્મ સાથે સંબંધને નવા પડાવ પર સઇ જશે.
૨૦૨૦માં યશરાજ ફિલ્મ્સ ડોલ્બી એટમોસ મ્યુઝિકનો અનુભવ આપનાપું પહેલું લેબલ બન્યું હતું. છેક ૧૯૯૫માં આવેલી યશરાજની ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’માં ડોલ્બી ઓડિયોનો ઉપોયગ થયો હતો. ત્યાર પછી તો યશરાજના અનેક ગીતો ડોલ્બીમાં રિલીઝ થયાં છે.
આ અંગે યશરાજ ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યુશનના વાઇસ પ્રેસિડેન્ટ રોહન મલ્હાત્રાએ જણાવ્યું હતું, “યશરાજનો વિચાર હંમેશા દર્શકોને સૌથી સમૃદ્ધ અનુભવ આપવાનો છે.
પહેલાં ડોલ્બી ઓડિયો, પછી ડોલ્બી એટમોસમાં અમારી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવી અને હવે ડોલ્બી સિનેમા સાથે આગળ વધવું એ અમારું દર્શકોને માત્ર મનોરંજન આપવાનું જ નહીં પરંતુ અમારી વાર્તાની દુનિયા સુધી લઈ જવાનું વચન દર્શાવે છે.” ‘વાર ૨’માં દર્શકો માત્ર ફિલ્મ જ નહીં માણે પણ તેની દરેક ક્ષણને માણી શકશે અને તેનો દરેક ધબકાર અનુભવી શકશે.SS1MS