પાંચ મિનિટ વોશરૂમનો ઉપયોગ કરવા માટે પણ મંજૂરી લેવી પડતી હતીઃ નુસરત ભરૂચા

મુંબઈ, બોલિવૂડમાં એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે અસમાનતાનો મુદ્દો વારંવાર ઉઠે છે. પછી ફીની વાત હોય કે તેમને આપવામાં આવતી પ્રાથમિકતાની… ઘણીવાર એક્ટર્સને વધારે મહત્ત્વ મળવા પર એક્ટ્રેસીસએ અવાજ ઉઠાવ્યો છે.
એવામાં આ મામલે હવે એક્ટ્રેસ નુસરત ભરૂચાએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જેન્ડર ઇક્વાલિટી વિશે વાત કરતા નુસરતએ કહ્યું કે, ‘કોઈ એક્ટર હિટ ફિલ્મ આપે કે તરત જ તેને પાંચ નવા ઓપ્શન મળી જાય છે, પછી ભલે તે ઇનસાઈડર હોય કે આઉટસાઈડર તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ એક્ટ્રેસે સંઘર્ષ કરતા રહેવું પડે છે. હું પ્યાર કા પંચનામા (૨૦૧૧) ના સમયથી આ કહી રહી છું. બસ તમારે એક ચાન્સની જરૂર હોય છે.
જેટલા ઓપ્શન્સ હીરોને મળે છે એટલા અમને નથી મળતા.’તાજેતરમાં જ નુસરતે બોલિવૂડમાં અસમાનતા વિષે વાત કરતા કહ્યું કે, ‘ફિલ્મના સેટ પર એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે સમાનતા નથી હોતી.
અભિનેતાઓને વધુ સારી વેનિટી વેન મળે છે, જ્યારે એક્ટ્રેસને એટલી સારી સુવિધાઓ મળતી નથી.’આ અંગે વધુમાં વાત કરતા એક્ટ્રેસે કહ્યું કે, ‘એક સમય હતો જ્યારે હું પૂછતી હતી કે શું હું પાંચ મિનિટ માટે હીરોની વેનિટીનો ઉપયોગ કરી શકું છું? તે અહીં નથી તો શું હું વોશરૂમનો ઉપયોગ કરી શકું? જોકે, મેં તે સમયે ફરિયાદ નહોતી કરી.
હું મારી જાતને કહેતી હતી કે હું મારી જાતને એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં વસ્તુઓ આપમેળે મળી જશે.’નુસરત ભરૂચાએ ડ્રીમ ગર્લ, પ્યાર કા પંચનામા, અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં નુસરત ભરૂચા ફિલ્મ ‘છોટી ૨’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સોહા અલી ખાન પણ હતી. તેના દિગ્દર્શક વિશાલ ફુરિયા, નિર્માતા ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર હતા.SS1MS