Western Times News

Gujarati News

IPO થકી રૂ. 2,600 કરોડ એકત્રિત કરવાની યોજના છે એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયાની

ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સમાં પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ ઓફર કરવામાં અગ્રેસર અર્લી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ

ભારતમાં હાલ કામ કરતા ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સમાં પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ ઓફર કરવામાં અગ્રેસર અર્લી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પૈકીની એક એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

આઈપીઓમાં રૂ. 2,600 કરોડના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો હાલ કંપનીના કોર્પોરેટ પ્રમોટર્સ પૈકીના એક ટીઈસી સિંગાપોર દ્વારા હાલ માલિકીની બે સ્ટેપ-ડાઉન સબસિડિયરી ટીઈપી એસજીપી અને ટીઈસી દુબઇના હસ્તાંતરણ માટે આંશિક ચૂકવણીને ભંડોળ પૂરું પાડવા માટે પ્રત્યક્ષરૂપે પેટાકંપની ટીઈસી અબુ ધાબીમાં રોકાણ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સોદો ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ અગ્રીમેન્ટની શરતો મુજબ હાથ ધરવામાં આવ્યો છે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફાળવવામાં આવશે.

એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડ એ ભારતમાં હાલ કામ કરતા ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સમાં પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સની ઓફરિંગમાં અગ્રેસર અર્લી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પૈકીની એક છે. કંપની 2008થી ભારતમાં કામ કરે છે અને ટીઈસી ગ્રુપનો હિસ્સો છે જે સ્પેસ-એઝ-અ-સર્વિસ પૂરી પાડવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.

કંપની ભારત સ્થિત ઓપરેટર છે જે સમગ્ર એશિયામાં કામગીરી ધરાવે છે અને ભારત, સિંગાપોર, યુનાઇટેડ આરબ અમીરાતમાં અબુધાબી અને દુબઇ સહિત મધ્ય પૂર્વ, એશિયાના બાકીના દેશો જેમ કે ઇન્ડોનેશિયામાં જાકાર્તા, વિયેતનામમાં હોઇ ચી મિન્હ, ફિલિપાઇન્સમાં મનિલા અને શ્રીલંકામાં કોલંબોમાં ફેલાયેલી છે.

કંપની મુખ્યત્વે બેર શેલ પ્રોપર્ટીઝ લીઝ કરે છે, ડિઝાઇન કરે છે, નિર્માણ કરે છે અને તેને આ બજારોમાં માલિકો પાસેથી ગ્રેડ એ ઓફિસ બિલ્ડિંગ્સમાં જ ફુલ્લી મેનેજ્ડ, ટેક-એનેબલ્ડ, મોર્ડન અને દેખાવમાં સુંદર ઓફિસ સ્પેસીસમાં ફેરવે છે. ત્યારબાદ તેને મલ્ટીનેશનલ કંપનીઓ, નાની અને મધ્યમ કદની કંપનીઓ અને અન્ય કાયદાકીય એકમો સહિતના તેમના વિવિધ ગ્રાહક વર્ગ માટે પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસીસ તરીકે ચલાવવામાં આવે છે. આ ગ્રાહકો અમારા સર્વિસ્ડ ઓફિસ સોલ્યુશન્સમાં ઓપરેશનલ સેન્ટર્સમાં વર્કસ્ટેશન્સ મેળવે છે. સર્વિસ્ડ ઓફિસ સોલ્યુશન્સમાં પ્રાઇવેટ ઓફિસીસ અને મેનનેજ્ડ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2025 સુધીમાં અમારા 89 ઓપરેશનલ સેન્ટર્સ પૈકીના 80 તમામ માર્કેટ્સમાં પ્રાઇવેટ ઓફિસીસ ધરાવતા હતા અને છ ઓપરેશનલ મેનેજ્ડ સોલ્યુશન્સ ભારત તથા મધ્યપૂર્વમાં આવેલા હતા. 31 માર્ચ, 2025 સુધીમાં કુલ પોર્ટફોલિયોમાં સાત દેશોમાં 14 શહેરોમાં 89 ઓપરેશનલ સેન્ટર્સ હતા.

કંપનીએ પ્રોપર્ટીના માલિકો સાથે લાંબા ગાળાના અને પરસ્પર ફાયદાકારક સંબંધો વિકસાવ્યા છે, જેમાં અર્નેસ્ટ ટાવર્સ પ્રાઇવેટ લિમિટેડ, પંચશીલ કોર્પોરેટ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ લિમિટેડ, આરએમઝેડ, સત્વ ગ્રુપ, દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર એલએલસી, ભારતી રિયલ્ટીની પેટાકંપની અલ્બોર્ઝ ડેવલપર્સ લિમિટેડ (વર્લ્ડમાર્ક), ઓવરસીઝ રિયલ્ટી (સિલોન) પીએલસી, એમએસઆર ડેવલપર અને ઓલિમ્પિયા ટેક પાર્કનો સમાવેશ થાય છે.

નાણાંકીય વર્ષ 2025માં કંપનીએ 1,550થી વધુ અનન્ય ક્લાયન્ટ્સને સેવાઓ આપી હતી જેમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ, ટોચની બ્રાન્ડ્સ અને નાના તથા મધ્યમ કદના સાહસોનો સમાવેશ થાય છે. કેટલાક અગ્રણી ક્લાયન્ટ્સમાં એનાપ્લાન મિડલ ઇસ્ટ લિમિટેડ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, અત્યેતી આઇટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, બીબીવીએ, ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, હાઇન્સ, સેન્ડવિક, ક્રાઇટિયો, ક્રંચીરોલ, ગ્રીનઓક ઈન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, માસ્ટ-જેગરમીસ્ટર સર્વિસીસ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, નોર્થલેન્ડ કંટ્રોલ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓર્થોલાઇટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,

ધ ટ્રેડ ડેસ્ક ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ટ્રુકોલર, ઝેડસ્કેલર, ઓપન ટેક્સ્ટ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2024માં નેટ ઇન્કમ રીટેન્શન રેટ અનુક્રમે 120.33 ટકા અને 123.92 ટકા હતો, જે કંપનીની ગ્રાહક આધાર જાળવી રાખવા અને વિસ્તૃત કરવાની ક્ષમતાને દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025માં તેમણે 1,200થી વધુ એમએનસી ક્લાયન્ટ્સને સેવાઓ આપી હતી જેમાં પ્રતિ એમએનસી ક્લાયન્ટ સરેરાશ 24 વર્કસ્ટેશન હતા અને સરેરાશ એમએનસી ક્લાયન્ટનો સમયગાળો 50.46 મહિનાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.