Western Times News

Gujarati News

તહેવારોની ઉજવણીમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે AMCની નવી પહેલ

મિશન ફોર મિલિયન ટ્રીઝ, કરૂણા મંદિરનાઝીરો વેસ્ટ કેમ્પસ‘, માટીની મૂર્તિઓનો વપરાશ વધારવો, શહેરીજનોને નવીન પહેલો અપનાવવા પ્રોત્સાહિત કરવા સહિતના વિવિધ પ્રકલ્પો થકી શહેરમાં ઉજવાશે ઈકો ફ્રેન્ડલી તહેવારો

Ahmedabad, અમદાવાદ શહેરમાં આગામી ધાર્મિક તહેવારોની ઉજવણીમાં પર્યાવરણ સંરક્ષણ અર્થે ઇકોફ્રેન્ડલી અભિગમ અપનાવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ માટે લાભદાયી એવી નવીન પહેલો અને આયામો અમલમાં મૂકવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં ઉજવાનાર ધાર્મિક તહેવારોમાં છાણ / માટીમાંથી બનાવાતી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ, પોટ તથા વિવિધ વસ્તુઓનો ઉપયોગ વધારી તથા અન્ય નવીન પહેલો અમલમાં મૂકીને શહેરમાં પર્યાવરણનું જતન થાય તે માટે વિવિધ ખાનગી/જાહેર/સામાજિક/સરકારી સંસ્થાઓ/વ્યકિતઓની મદદથી સર્વગ્રાહી આયામોના અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી છે. અ. મ્યુ. કોની નવીન પહેલો અને આયામો નીચે મુજબ છે.

સીટીનું ગ્રીન કવરેજ વધારતું મિશન ફોર મિલિયન ટ્રીઝ ૨૦૨૫ (Mission Four Million Trees-2025)

અમદાવાદ શહેરને હરિયાળુ બનાવવા ગ્રીનકવર વધારી પર્યાવરણનું જતન કરવા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ ૨૦૨૫(FMT-2025)’ અંતર્ગત શહેરીજનો, સંસ્થાઓ, સમુદાયો, શાળા, કોલેજો, ધાર્મિક- અન્ય સંસ્થાઓ, NGO, CBO, હોસ્પિટલો, સરકારી, અર્ધ- સરકારી, કચેરીઓ તમામનો સહયોગ મેળવી, “AMC SEVA App.” ના માધ્યમથી જનજાગૃતિ લાવી પુરજોશમાં હાલ પ્લાન્ટેશન કામગીરી પ્રગતિમાં છે.

કરૂણા મંદિરનાઝીરો વેસ્ટ કેમ્પસ‘(‘ZERO WASTE CAMPUS’)

આ પહેલ અમદાવાદ શહેરનું “Self Sustainable Zero Waste Campus” મોડેલ છે તથા      શહેરનું પ્રથમ “Cow Tourism Destination” છે. જેમાં     ગૌ-વંશના છાણની વિવિધ પ્રોડકટ, ગ્રીન વેસ્ટનો સંપૂર્ણ ઉપયોગ તથા RRR, ‘WOW-Wealth out of Waste”, NET ZERO CELL 2047 અને Circular Economyના કન્સેપ્ટની સંપૂર્ણ અમલવારી સુનિશ્ચિત કરવામાં આવનાર છે.

આ પહેલ અંતર્ગત નીચે મુજબ અમલવારી કરવા કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

– છાણ વિગેરેમાંથી તૈયાર થતી વિવિધ પ્રકારની પ્રતિમા, પોટ, દિવા વિગેરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરીદી ઉપયોગમાં લેવાય,

– મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર સ્થળો /કચેરીઓ પર તેમની પ્રોડક્ટના વેચાણ માટે નિયત જગા / સ્થળો કોઇપણ ચાર્જ લીધા સિવાય વિનામૂલ્ય એલોટ કરવુ,

– FMT હેઠળ ઇકોફ્રેન્ડલી પોટને ખરીદીને પ્લાન્ટેશન માટે ઉપયોગ કરવો.

– મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલ ગૌ-સ્ટીકના બદલામાં ગૌ-વંશના છાણની પ્રતિમા વિગેરે પ્રોડકટસ મેળવી ઉપયોગ કરવો.

– સાબરમતી નદી કિનારે ગાયના છાણમાંથી બનેલા દીવાનો ‘દીપોત્સવ’ નો પાયલોટ પ્રોજેક્ટ કરી અનુભવના આધારે અન્ય પ્રોજેક્ટ કરવા.

– માટી કામ / માટી મૂર્તિકામના કારીગરો સાથે કામ કરતી વિવિધ સરકારી / એનજીઓ / અન્ય સંસ્થા જેવી કે ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજીનો અથવા આ પ્રકારની કામગીરી કરતી અન્ય જેવીકે સામાજિક, NGO / CBO વિગેરે ખાનગી / વ્યક્તિ / સંસ્થાઓનો ટેકનોલોજી નિષ્ણાંત સેવાનો સહયોગ મેળવી MOU કરવા કાર્યવાહી કરવી

– આ કામના પ્રચાર-પ્રસારનો મીડિયા / પબ્લીસીટી પ્લાન બનાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનના રિસોર્સ/ ટેકનોલોજી / મિલકતનો ઉપયોગ કરી નાગરીકોને પ્રોત્સાહિત કરવા / IEC કરવી.

– FMTની માફક આ કામની “એપ” મ્યુનિ. કોર્પો. દ્વારા બનાવડાવી તથા નાગરિકો, સ્ટેક હોલ્ડર્સ, પાર્ટીશીપેશન મેળવવું.

– વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓની મુલાકાત કાર્યક્રમમાં અપાતીગીફ્ટ / તરીકે ગૌ-વંશ /માટીની પ્રતિમા, પોટ વિગેરેનો ઉપયોગ કરવો.

– POP નો વપરાશ ઘટાડવા વિવિધ સત્તામંડળને સાથે રાખી જરૂરી એન્ફોર્સમેન્ટ કરવું.

– શહેરમાં વિવિધ સ્થળો, ધાર્મિક સ્થળો, એકમો કરુણા મંદિરમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતા છાણ, ખાદ્ય સામગ્રીનો વપરાશ કરી બાયોગેસ ખાતરની વિવિધ પ્રોડક્ટસ બનાવવી તથા RRR મુજબ PPP / અન્ય મોડ પર કામગીરી કરવી.

– નાગરિકોને ઘરે હોમ હવન, પૂજા, ધાર્મિક વિધિમાં છાણા / સ્ટીકનો ઉપયોગ કરવા પ્રેરિત કરવા

– મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન, નર્સરી, ખાનગી નર્સરી, હોર્ટીકલ્ચર, મોટા જાહેર સ્થળોએ પ્રચાર-પ્રસાર કરવો

 

મહોત્સવોમાં છાણ / માટીની મૂર્તિથી પર્યાવરણને આબાદ રાખવાની અનોખી પહેલ

ભારત એક ઉત્સવપ્રિય અને વ્રત-આરાધનાનો દેશ છે. આ તહેવારો અને વ્રતોમાં દેવ-દેવીઓની મૂર્તિઓનું સ્થાપના કરીને વ્રત પૂર્ણાહુતિના દિવસે જળમાં વિસર્જિત કરવાનો રિવાજ પરંપરાગત રીતે રૂઢ બન્યો છે.

રાજ્યના નગરોમાં મોટા ભાગે કારીગરો દ્વારા બનતી પ્લાસ્ટર ઓફ પેરિસની પર્યાવરણને નુકશાન કરતી આ પીઓપીની મૂર્તિઓનો શહેરમાં વપરાશ ઘટાડી ગણેશ મહોત્સવ, દશામાંના વ્રત તથા દુર્ગાપૂજા જેવા અનેક મહોત્સવોના દરમ્યાન વપરાશ ઘટાડી છાણ /માટીની મૂર્તિઓનો વપરાશ વધારી પર્યાવરણ જાળવણી કરી તળાવો, નદીઓ અને અન્ય જળાશયોમાં થતુ નુકશાન અટકાવવાથી નીચે મુજબ ફાયદા થાય છે.

 

  • વિસર્જન બાદ આ મુર્તિ પાણીમાં ઓગળી જાય છે.
  • જળાશયો, નદી વોટરબોડીની જીવસૃષ્ટિને બચાવે છે.
  • લાંબા ગાળે ઓગળે ત્યારે જળમાં થતુ પ્રદૂષણ અટકે છે.
  • મુર્તિઓના રાસાયણિક રંગ જેવા કે મરક્યુરી, લેડ, કેડમિયમ, કાર્બન એસિડિટી અને મેટલ પાણીમાં ભયના અટકાવી શકાય છે.
  • પાણીનું પ્રદૂષણ અટકાવી જળમાંના જીવ-જંતુઓ, જળ-વનસ્પતિ જાળવણી, જમીનમાં ઊતરતા પાણીના કુદરતી પ્રવાહની જાળવવી ચામડીના રોગો થતા અટકાવી શકાય છે.

 

પર્યાવરણને થતુ નુકશાન અટકાવવા અને વિવિધ ખાનગી / જાહેર / સામાજિક / સરકારી સંસ્થાઓ / વ્યકિતઓનાની મદદથીલોક જાગૃતિ લાવવા વિવિધ પગલાઓ ભરી લોકસમૂદાય પર્યાવરણિય ફરજના ભાગરૂપે ગૌ-વંશના છાણ / માટીથી બનેલ, કેમિકલ રંગવિહિન ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનો વપરાશ કરવાના અભિયાનમાં સૌને સહભાગી બનાવી પીઓપીની નહિ, પણ છાણ / માટીની ઈકોફ્રેન્ડી માર્કવાળી મૂર્તિઓનો વપરાશ વધારી વોટરબોડીને થતુ નુકશાન નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી પહેલ કરી અભિયાન શરૂ કરાયેલ છે.

 

શહેરીજનોને નવીન પહેલો અપનાવવા પ્રોત્સાહિત કરવા

– નાગરિકો POP / અન્ય કેમિકલ યુક્ત ચીજવસ્તુના વપરાશને બદલે ગાયના છાણ / માટી તથા તેમાંથી બનેલ વસ્તુઓના ઉપયોગથી ગૌ-સેવાના ઉમદાકાર્યમાં સહભાગી બને તથા જીવસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણીમાં આપ મદદગાર બને એ માટે પ્રેરિત કરવા

– ગાયના છાણામાંથી બનેલ પ્રોડક્ટસ જેવી કે પ્રતિમા, પ્લાન્ટેશન કુંડા, વગેરેની અંદર તથા સાથે લીમડો, બીલીપત્ર, જાંબુ, તુલસી જેવા વિવિધ વૃક્ષ / ઔષધીય વનસ્પતિના બીજ સાથે બનેલ પ્રતિમાનું વિસર્જન ઘરે કરવાથી બીજમાંથી ઘરે જ વિસર્જનમાંથી નવસર્જન થાય છે, તદુપરાંત જો આ પ્રતિમા / દીવા / પોર્ટનું જો નદીમાં વિસર્જન થાય તો તેમાં રહેલા ચોખા, ઘઉંનો લોટ જળ સૃષ્ટિની અંદર રહેલા જીવોનો ખોરાક બને છે, જેથી જળ સૃષ્ટિની પણ સેવામાં નાગરિકો સહભાગી બની શકે છે.

 

ઉપરોક્ત સંસ્થા ઉપરાંત આ પ્રકારની અન્ય આનુષંગિક કાર્યવાહીઓ / પ્રવૃત્તિઓ વિવિધ ખાનગી / જાહેર / સામાજિક / સરકારી સંસ્થાઓ / વ્યકિતઓનાની મદદથી ટેકનોલોજી, એક્સપર્ટ્સની મદદથી PPP, CSR, અન્ય યોગ્ય માધ્યમથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કામગીરી કરાવવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.