Western Times News

Gujarati News

ઇન્‍દિરા ગાંધીને પાછળ છોડીને નરેન્દ્ર મોદી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા PM બન્‍યા

AI Image

નરેન્દ્ર મોદી પહેલા અને એકમાત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન છે જેમણે ઓછામાં ઓછા બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યા છે.

પંડિત નેહરુ સિવાય, મોદી એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમણે કોઈ પક્ષના નેતા તરીકે સતત ત્રણ સામાન્‍ય ચૂંટણીઓ જીતી છે.

નવી દિલ્‍હી,  વડાપ્રધાન મોદી આજે ઇન્‍દિરા ગાંધીને પાછળ છોડીને બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્‍યા. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પીએમ મોદીએ શુક્રવારે તેમના કાર્યકાળના ૪,૦૭૮ દિવસ પૂર્ણ કર્યા.

Prime Minister Narendra Modi becomes India’s second-longest serving premier in consecutive terms, completing 4,078 straight days in office, surpassing Indira Gandhi’s uninterrupted tenure between 1964 and 1977, and is only behind the country’s first PM Jawaharlal Nehru, a person aware of the matter said.

ઇન્‍દિરા ગાંધી ૨૪ જાન્‍યુઆરી, ૧૯૬૬ થી ૨૪ માર્ચ, ૧૯૭૭ સુધી સતત ૪,૦૭૭ દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા. શ્રી મોદીએ ભૂતપૂર્વ પીએમ ઇન્‍દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્‍યો. અત્‍યાર સુધી, સ્‍વ. જવાહરલાલ નેહરુ સૌથી લાંબા સમય સુધી સતત (૧૬ વર્ષ ૨૮૬ દિવસ) વડાપ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદી આજે તેમના કાર્યકાળના ૪૦૭૮ દિવસ પૂર્ણ કરશે.

જો આપણે રાજ્‍ય અને કેન્‍દ્રમાં સરકારનું નેતળત્‍વ કરવાની વાત કરીએ તો નરેન્‍દ્રભાઇ મોદીનો રેકોર્ડ બધા પ્રધાનમંત્રીઓમાં ટોચ પર છે. તેમણે ગુજરાતના મુખ્‍યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે ૨૪ વર્ષ સુધી સરકારનું નેતળત્‍વ કર્યું છે.

વડા પ્રધાન મોદી દેશની આઝાદી પછી જન્‍મેલા પહેલા વડા પ્રધાન છે. તેઓ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી વડા પ્રધાન પણ છે. તેઓ પહેલા અને એકમાત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન છે જેમણે ઓછામાં ઓછા બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યા છે.

તેઓ સતત બે વાર ચૂંટાયેલા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન હોવાનો રેકોર્ડ પણ ધરાવે છે. પીએમ મોદી લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવનારા પહેલા અને એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે. ઇન્‍દિરા ગાંધી (૧૯૭૧) પછી તેઓ પ્રથમ વડા પ્રધાન છે જેઓ સંપૂર્ણ બહુમતી સાથે ફરીથી ચૂંટાયા છે.

પંડિત નેહરુ સિવાય, મોદી એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમણે કોઈ પક્ષના નેતા તરીકે સતત ત્રણ સામાન્‍ય ચૂંટણીઓ જીતી છે. તેઓ બધા વડા પ્રધાનો અને મુખ્‍યમંત્રીઓમાં એકમાત્ર નેતા છે જેમણે પાર્ટીના નેતા તરીકે સતત છ ચૂંટણીઓ જીતી છે. તેમણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ જીતી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.