ભારતભરના 100થી વધુ મહાવત અને હાથીની સંભાળ રાખનારા ગજસેવકોને વનતારામાં એકત્રીત કરાયા

વનતારા અને પ્રોજેક્ટ એલિફન્ટ દ્વારા દેશની સૌથી મોટી ગજસેવક તાલીમનું આયોજન
જામનગર (ગુજરાત), 25 જુલાઈ 2025: શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત ભારતની સૌપ્રથમ વન્યજીવન બચાવ, સંભાળ અને સંરક્ષણ પહેલ, વનતારા દ્વારા વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના પ્રોજેક્ટ એલિફન્ટના સહયોગથી, હાલ વનતારા ગજસેવક સંમેલનનું હાલ આયોજન કરાઈ રહ્યું છે.
આ એક સીમાચિહ્નરૂપ પાંચ-દિવસીય તાલીમ કાર્યક્રમ છે, જેમાં ભારતભરના 100થી વધુ મહાવત અને હાથીની સંભાળ રાખનારા ગજસેવકોને એકત્ર કરાયા છે. આ તાલીમ કાર્યક્રમની સફળ પૂર્ણાહૂતિ પર તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરાશે. VANTARA AND PROJECT ELEPHANT ORGANISE COUNTRY’S LARGEST ELEPHANT CAREGIVER TRAINING”.
આ રાષ્ટ્રીય સ્તરની ક્ષમતા-સર્જન પહેલનો ઉદ્દેશ વ્યાવસાયિક કુશળતા વધારવા, સંભાળના ધોરણોનું સ્તર ઊંચુ લઈ જવા અને માનવ સંભાળ હેઠળના હાથીઓના કલ્યાણાર્થે શ્રેષ્ઠ પ્રણાલિઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમની શરૂઆત રાધેકૃષ્ણ મંદિરમાં ઔપચારિક સ્વાગત અને મહાઆરતી સાથે થઈ હતી, જેના થકી આધ્યાત્મિક અને વ્યાવસાયિક રીતે સમૃદ્ધ અનુભૂતિ માટેનો માહોલ તૈયાર થયો હતો.
“આ સંમેલન એ કાંઈ ફક્ત એક તાલીમ કાર્યક્રમ જ નથી, પરંતુ તે હાથીઓની સંભાળ માટે પોતાનું જીવન સમર્પિત કરનારાઓને સાચી શ્રદ્ધાંજલિ છે,” એમ જણાવી વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવાન કારાણીએ ઉમેર્યું હતું કે, “અમારો ઉદ્દેશ પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને તેમની સુખાકારી માટે એક સુદૃઢ, વધુ કરુણાપૂર્ણ પાયો રચવાનો છે. આનાથી એ વાતને પુષ્ટિ મળે છે કે ભારતમાં હાથીઓના સંરક્ષણનું ભવિષ્ય માત્ર સરકારી નીતિઓ અથવા તેમના કુદરતી રહેઠાણો પર જ અવલંબિત નથી- પરંતુ તેમની સંભાળ રાખનારાઓના સશક્ત હાથ અને હૃદય પર પણ નભેલું છે.”
જામનગરમાં અત્યાધુનિક સુવિધામાં આયોજિત આ સંમેલનનું સંચાલન રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટે કર્યું હતું, જે વનતારા પહેલ હેઠળ ચાલતી એક સખાવતી સંસ્થા છે. આ સંમેલનમાં ફિલ્ડમાંના અનુભવ, વૈજ્ઞાનિક સૂચનાઓ અને પીઅર-ટુ-પીઅર તાલીમનું મિશ્રણ પ્રદાન કરાયું હતું.
સહભાગીઓને ગજવાન, ગજરાજ નગરી અને ગણેશ નગરી જેવા સમર્પિત એલિફન્ટ કેર ઝોનમાં વર્ગીકૃત કરીને ફેરબદલી કરાયા હતા. અહીં તેઓને દૈનિક પશુપાલન દિનચર્યા, પગની સંભાળ, સ્નાનના પ્રોટોકોલ, હકારાત્મક સુદૃઢીકરણ ટેકનિક, મુષ્ઠ સંચાલન અને પરંપરાગત આયુર્વેદિક થેરાપીમાં હાથોહાથ તાલીમ અપાઈ હતી.
પ્રેક્ટિકલ મોડ્યુલ્સની સાથે, નિષ્ણાતોની આગેવાનીમાં વૈજ્ઞાનિક સત્રો આયોજિત કરીને હાથી જીવવિજ્ઞાન, તણાવની ઓળખ, સામાન્ય બિમારીઓ અને તોફાની હાથીઓ માટે ઈમરજન્સી કેર જેવા મહત્વપૂર્ણ વિષયોમાં ઊંડાણપૂર્વકની સમજ અપાઈ હતી. એક સમર્પિત વિભાગ દ્વારા સંભાળ રાખનારાઓના વ્યાવસાયિક સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જે બાબત લાંબા ગાળાના હાથી કલ્યાણકાર્યમાં તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારે છે.
જ્ઞાનના આદાનપ્રદાન અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા, આ સંમેલનમાં માળખાગત પ્રતિબિંબિત સત્રો અને ચર્ચા મંચોનો પણ સમાવેશ કરાયો હતો. આમાં દેશભરના હાથીની સંભાળ રાખનારા નિષ્ણાતોને તેમના અનુભવોની વહેંચણી કરવા, એકસમાન પડકારોનો સામનો કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે એકત્રિત કરાયા હતા.
એકબીજા પાસેથી શીખવાની ભાવનાને મૂળમાં રહીને, આ કાર્યક્રમમાં કુશળતા અને દયાભાવ ધરાવતા હોય તેવા હાથીની સંભાળ રાખનારાઓનો રાષ્ટ્રવ્યાપી સમુદાય બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ વૈજ્ઞાનિક સંશોધનો અને પરંપરાગત ડહાપણ બંનેને એકસાથે આગળ ધપાવવાની સહિયારી પ્રતિબદ્ધતાથી જોડાયેલા છે.
અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી બચાવાયેલા 250થી વધુ હાથીઓનું ઘર અને 500થી વધુ સંભાળ રાખનારાઓની સમર્પિત ટીમ એટલે વનતારા. એકસમયે આમાંના ઘણા ઉત્પીડન અને ઉપેક્ષાની ચરમસીમાએ હતા, જેઓના જીવનમાં વનતારાના આગમન બાદ સમૃદ્ધ અને કરુણાપૂર્ણ કાળજીનો સૂર્યોદય થયો છે. પ્રાણી કલ્યાણમાં વૈશ્વિક ધોરણોને આગળ ધપાવવા પ્રતિબદ્ધ, વનતારા સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ષમતા નિર્માણમાં રોકાણ કરવાનું ચાલુ રાખી રહી છે.
સંબંધિત સત્તાવાળાઓના સહયોગથી, તે સીમાચિહ્નરૂપ કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરી રહી છે, જેમાં કોંગોના વન્યજીવ અધિકારીઓ માટે હાલ ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઉપરાંત ઓગસ્ટમાં યોજાનારા સંવર્ધન ઔષધિના પરિચય વિષય પર આયોજિત રાષ્ટ્રીય પશુચિકિત્સા તાલીમ કાર્યક્રમ અને ઓક્ટોબરમાં રાષ્ટ્રીય પ્રાણીસંગ્રહાલય નિર્દેશકોની પરિષદ સહિત અનેક સીમાચિહ્નરૂપ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ નિષ્ણાતો, પ્રેક્ટિશનર અને નીતિ ઘડનારાઓને વન્યજીવ સંરક્ષણ અને સંભાળના કાર્યમાં સહયોગને પ્રોત્સાહન આપવા, જ્ઞાનની વહેંચણી કરવા અને શ્રેષ્ઠ પ્રણાલિઓને પ્રોત્સાહિત કરવા માટે એકસાથે લાવે છે.