SBIએ દેશભરમાં ગ્રાહક સેવા મજબૂત બનાવવા માટે 13,455 જુનિયર એસોસિયેટ્સના ઓન-બોર્ડિંગની કામગીરી શરૂ કરી

મુંબઈ, 24 જુલાઈ, 2025 – દેશની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં તેના વિશાળ બ્રાન્ચ નેટવર્કમાં નવી ભરતી કરાયેલા 13,455 જુનિયર એસોસિયેટ્સના ઓન-બોર્ડિંગની કામગીરી શરૂ કરી દીધી છે.
આ નવા એસોસિયેટ્સ બેંકના ફ્રન્ટલાઇન વર્કફોર્સમાં મહત્વનો ઉમેરો છે જે એસબીઆઈની સેવાઓના પ્રકારની વ્યાખ્યા કરતા નવી ઊર્જા, પ્રતિબદ્ધતા અને ગ્રાહક-પ્રથમ ભાવનાને લાવે છે. આ સીમાચિહ્ન દરેક ટચપોઇન્ટ પર ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક અનુભવ વધારવા માટે બેંકના ચાલી રહેલા પ્રયાસોને વધુ મજબૂત કરે છે.
11 જૂને એસબીઆઈએ જુનિયર એસોસિયેટ્સની ભરતીની જાહેરાત કરી હતી જે દરમિયાન બેંકના ચેરમેન શ્રી સી એસ શેટ્ટીએ બદલાતી કામગીરી અને ટેક્નોલોજીની જરૂરિયાતો સાથે સંલગ્ન હોય તેવા સ્ટ્રક્ચર્ડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો અમલ કરીને માનવ સંસાધન ક્ષમતાઓ વધુ મજબૂત કરી હોવાનું જણાવ્યું હતું.
એસબીઆઈ 2,36,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને આગામી પેઢીના બેંકિંગ પ્રોફેશનલ્સનું જતન કરવામાં ગર્વ અનુભવે છે તેમજ વધુ મજબૂત, વધુ સમાવેશક ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ રહે છે.