આદિત્ય ઇન્ફોટેક લિમિટેડનો રૂ. 1,300 કરોડનો IPO જુલાઈ 29, 2025ના રોજ ખૂલશે

- પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Share”) દીઠ રૂ. 640થી રૂ. 675નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
- બિડ/ઓફર મંગળવાર, જુલાઈ 29, 2025ના રોજ ખૂલશે અને ગુરુવાર જુલાઈ 31, 2025ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, જુલાઈ 28, 2025 છે
- બિડ્સ લઘુતમ 22 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 22 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
- એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 60નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે
અમદાવાદ, 25 જુલાઈ, 2025: આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ (the “Company”) મંગળવાર, જુલાઈ 29, 2025ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે.
રૂ. 13,000 મિલિયન (રૂ. 1,300 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં રૂ. 5,000 મિલિયન (રૂ. 500 કરોડ)ના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 8,000 મિલિયન (રૂ. 800 કરોડ) સુધીના મૂલ્યની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“The Total Offer Size”).
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, જુલાઈ 28, 2025 છે. બિડ/ઓફર મંગળવાર, જુલાઈ 29, 2025ના રોજ ખૂલશે અને ગુરુવાર, જુલાઈ 31, 2025ના રોજ બંધ થશે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 640થી રૂ. 675 રાખવામાં આવી છે. બિડ્સ લઘુતમ 22 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 22 ઇક્વિટી શેર્સના ગુણાકમાં કરી શકાય છે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી માટે તથા બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે (“Object of Issue”).
વેચાણ માટેની ઓફરમાં આદિત્ય ખેમકા દ્વારા રૂ. 5,240.04 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ, અનન્મય ખેમકા દ્વારા રૂ. 123.16 મિલિયન સુધી ઇક્વિટી શેર્સ તથા રિશી ખેમકા દ્વારા રૂ. 2,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ (the “Promoter Selling Shareholder”), હરી શંકર ખેમકા (એચયુએફ) દ્વારા રૂ. 426.40 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ, શ્રદ્ધા ખેમકા દ્વારા રૂ. 198.90 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ અને આદિત્ય ખેમકા (એચયુએફ) દ્વારા રૂ. 11.50 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (the “Promoter Group Selling Shareholder”). (Combined, “The Selling Shareholders”).
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર કે બીઆરએલએમ છે.
ઇક્વિટી શેર્સ નવી દિલ્હી ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“RoC”), દિલ્હી અને હરિયાણામાં જુલાઈ 23, 2025ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (the “RHP”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેને બીએસઈ લિમિટેડ (“BSE”) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”) પર લિસ્ટિંગની યોજના છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઇશ્યૂના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો હેઠળ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કર્યા બાદ વિવેકાધીન ધોરણે ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાંઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (the “Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત નેટ ઇશ્યૂના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની બિડ્સ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ્સ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે) અને નેટ ઓફરના મહત્તમ 10 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ મળી હોય.
વધુમાં, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, જે તેમની પાસેથી ઇશ્યૂ કિંમત અથવા તેનાથી ઉપરના ભાવે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો (અહીં જણાવ્યા મુજબ) અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડીને ફરજિયાતપણે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રોસેસનો ઉપયોગ કરીને ભાગ લેવાનો રહેશે જેમાં સંબંધિત બિડની રકમ Self-Certified Syndicate Banks (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ, જે લાગુ પડે તે, બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 477 પર “Offer Procedure” વાંચો.