Western Times News

Gujarati News

સંજેલી બેંક કર્મીઓની હડતાળથી લોકોને ભારે મુશ્કેલી  

સંજેલી:સંજેલી માં બે દિવસીયબેંક હડતાળમાં કરોડોના બે વ્યવહારો ઠપ્પ સોમવારથી બેંકો ધમધમતી થશે

ગુજરાતી ભાષાની સમજ ન પડતાં bob બેન્કના મેનેજર સહિત કર્મચારીની બદલી કરવા રજૂઆત   બેંક કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે દેશના વિવિધ બેંકના કર્મચારી યુનિયન દ્વારા બે દિવસ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે . તેવા સમયે બે દિવસ બંધ અને ત્રીજા દિવસ રવીવાર હોવાથી એમ સતત ત્રણ દિવસ દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં આવેલ  બેંક ઓફ બરોડા તથા ગુજરાત ગ્રમીની બેંક બંધ રહેવાથી રોજબરોજના વ્યવહારો તેમજ નાણાંકીય લેવડ દેવડના વ્યહારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો કરવો પડ્યો હતો

  બેંકો ના કર્મચારીઓની  બે દિવસની આ હડતાળ અનેક માંગણીઓ  કરવામાં આવી રહી છે જેમાં સરખો પગારા કામનો સમય નિર્ધારિત કરવા પારિવારિક પેન્શન વિગેરે માંગણીઓ ને લઇ બેંકના કર્મચારીઓ તારીખ ૩૧મી જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી એમ દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું હતુ આ દેશ વ્યાપી હડતાળના પગલે દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં પણ સંજેલી તેમજ વાંસીયા માં તેની અસર જોવા મળી હતી બેંકો બંધ રહેતા કામકાજ પર ભારે અસર પડી હતી  ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોને બેંકના આ હડતાળની ખબર ન હોવાથી ઘરમ ધક્કા ખાવા પડયા હતા સંજેલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા નું એ.ટી.મ કેન્દ્ર પણ નો બેલેન્સ નું બોડ મૂકી ઠપ રહીયુ હતું આથી ગામડાના લોકોને પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો

 સંજેલી ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં મેનેજર સહિતના કર્મચારીઓને હિન્દી ઈંગ્લિશ સિવાયની ગુજરાતી ભાષામાં સમજણ ન પડતા ગામડાની પ્રજા મુશ્કેલીમાં મુકાઇ છે જેને લઇ નેનકી ખાતે યોજાયેલી રાત્રી સભામાં આવા કર્મચારીઓની બદલી કરવા   ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.