Western Times News

Gujarati News

ધનસુરા ના આકરૂન્દ ગામે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ કાર્યક્રમ યોજાયો

ધનસુરા:ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામે  “ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જનભાગીદારી ધ્વારા બાળકોના પોષણ સ્તરમાં સુધારો આવે તે હેતુથી જિલ્લામાં પોષણલક્ષી કાર્યક્રમ આયોજીત થઇ રહ્યા છે જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામે ગુજરાત પોષણ કાર્યક્રમ યોજાયો હતો.

આકરૂન્દ ના સરપંચ લલીતાબેન પટેલ એ એક બાળક દત્તક તથા ગ્રામ પંચાયત ના સદસ્ય રાકેશભાઈ પટેલ એ એક બાળકને દત્તક લીધું હતું.રાજ્ય સરકારની પોષણલક્ષી યોજનાઓનો લાભ બાળકોને મળે તેની ખાતરી કરે.પોતે આરોગ્ય અને પોષણની બાબતોથી અવગત થાય અને બાળકના માતા-પિતાને માહિતગાર કરે.બાળકની આરોગ્ય દરકાર કરે જયાં સુધી તંદુરસ્ત અને કુપોષણ મુક્ત ન બને તે માટે સર્વે જનસમુદાયના લોકોને રાજ્ય સરકારશ્રીના કલ્યાણલક્ષી અભિયાનમાં જોડાવા નમ્ર અપીલ કરી હતી.આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ના ચેરમેન જાગૃતિબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પરમાર,સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ હેમલત્તાબેન પટેલ,મોડાસા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, આકરૂન્દ ના સરપંચ લલીતાબેન પટેલ,જિલ્લા પંચાયત ના સદસ્ય કોકીલાબેન રાઠોડ,આકરૂન્દ ગ્રામ પંચાયત ના સદસ્ય રાકેશભાઈ પટેલ,અતુલભાઈ બ્રહ્મભટ્ટ,

કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર,જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા.સાથે તાલુકા ડેલીકેટશ્રી, સરપંચશ્રીઓ, આશાવર્કર, આંગણવાડી બહેનો, આરોગ્ય કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.