Western Times News

Gujarati News

સલમાન ખાન ‘બિગ બોસ’ શો હોસ્ટ કરવાની ૧૨૦-૧૫૦ કરોડ ફી વસૂલશે

મુંબઈ, જેમ ‘કૌન બનેગા કરોડપતિ’ના સમાનાર્થી અમિતાભ બચ્ચન છે, તેમ હવે ‘બિગ બોસ’શોનો સમાનર્થી સલમાન ખાન બની ગયો, શરૂઆતમાં આ શોએ અમિતાભ બચ્ચન, કરણ જોહર કે રોહિત શેટ્ટી જેવી હોસ્ટ સાથે પ્રોયોગો કર્યા પછી સલમાન ખાન આ શોની ઓળખ બની ગયો છે. હવે ૩૦ ઓગસ્ટથી ‘બિગ બોસ ૧૯’ શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ વખતે બિગ બોસ હાઉસના મહેમાનો કોણ હશે, તે અંગે ચર્ચાઓ અને ધારણાઓ શરૂ થઈ ગઈ છે.

એવા પણ અહેવાલો છે તે આ વખતની સીઝન આગળની બધી સીઝન કરતાં સૌથી લાંબી સીઝન હશે. ત્યારે આ વખતની સીઝન માટે સલમાન ખાન કેટલી ફી વસૂલશે, તેના પર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ શો સાથે સંકળાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એવી ચર્ચા છે કે સલમાન ખાને આ સીઝન માટે ૧૨૦થી ૧૫૦ કરોડ જેટલી ફી વસુલી છે.

આ સીઝન માટે સલમાન ખાન લગભગ ૧૫ અઠવાડિયા શૂટ કરશે અને તેને દર વીકેન્ડ દીઠ ૮ થી ૧૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. સુત્રએ એવું પણ જણાવ્યું કે આ શો ઓટીટી પર સ્ટ્રીમ થવાનો હોવાથી દરરોજ ટીવી પર તેનું રિપીટ ટેલિકાસ્ટ થશે, જેમાં ઓટીટી સિવાયની ફૂટેજ પણ જોવા મળી શકે છે.

આમ આ વખતનો શો માત્ર ઓટીટી કે માત્ર ટીવી પર સિમિત નહીં રહે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સલમાન અને ઘરના ગેસ્ટની ફીને પહોંચી વળવા માટે શોના મેકર્સ આ વખતે પહેલાંની કોઈ સીઝન જેટલો ખર્ચ કરવા માગતા નથી. આ સીઝનનું બજેટ આગળની સીઝન જેટલું મોટું નથી.સલમાન ખાને આ પહેલાં પણ બિગ બોસ ઓટીટી ૨નું સંચાલન કર્યું હતું, એ વખતે તેણે ૯૬ કરોડ રૂપિયા ફી પેટે લીધાં હતાં. જ્યારે બિગ બોસની ૧૮મી સીઝન માટેની તેની ફી ૨૫૦ કરોડ હતી.

જ્યારે બિગ બોસ ૧૭ની ફી ૨૦૦ કરોડ હતી. એ બંને શો માત્ર ટીવી પર જ આવ્યા હતા. આ વખતે સલમાન ‘ગલવાન’માં પણ વ્યસ્ત હોવાથી તે પહેલાં જેટલો સમય આ શોને આપી શકે તેમ નથી. સાથે જ આ સીઝન અન્ય સીઝન કરતાં લાંબી હોવાથી સાથે બજેટ પણ ઓછું રાખી શકાય તે માટે મેકર્સ વચ્ચે અમુક બીજા સંચાલકોની પણ મદદ લેશે એવી ચર્ચા છે. તેથી આ વખતે તેની ફી ગઈ ઓટીટી સીઝન કરતાં વધારે હશે.

આ વખતની સીઝન ડિજિટલ પ્લેટફર્મ પર પહેલાં આવાવની હોવાથી અને તેનું નામ ‘બિગ બોસ ૧૯’ અપાયું હોવાથી, મેકર્સનો વિચાર એવો છે કે તેઓ આ શોને એવી કોઈ ટૅગ લાઇન આપશે, જે ડિજીટલ વર્ઝનને પણ ન્યાય આપી શકે અને ટીવી પર પણ ચાલે.

સોશિયલ મીડિયા પર ચાલતા બિગ બોસની અપડેટ માટેના એક ફૅન અકાઉન્ટ પર થોડાં દિવસો પહેલા એવી પોસ્ટ મુકવામાં આવી હતી તે સલમાન ખાને ૨૧ જુલાઈ, સોમવારે શોના પ્રોમોનું શૂટ કરી લીધું છે, જે રાતના ૨ વાગ્યા સુધી ચાલ્યું હતું.

ઘરમાં ચાલતા રાજકારણની થીમ પર આ પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે.બિગ બોસની આ સીઝન લગભગ ૫ મહિના ચાલશે, તેમાં પહેલાં ત્રણ મહિના સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવશે, ત્યાર પછી અન્ય ગેસ્ટ હોસ્ટ આ શોનું સંચાલન કરશે.

જેમાં ફરાહ ખાન, કરણ જોહર અને અનિલ કપૂરના નામની ચર્ચા છે. આ વખતની સીઝન જિઓ હોટ સ્ટાર પર ૩૦ ઓગસ્ટથી સ્ટ્રીમ થશે. પહેલાં ઓટીટી પર એપિસોડ આવશે અને તેની અડધા કલાક પછી કલર્સ ટીવી પર એપિસોડ જોઈ શકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.