Western Times News

Gujarati News

કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડના મોત બાદ માતાનો ગંભીર આરોપ

મુંબઈ, સ્વર્ગીય બિઝનેસમેન અને એક્ટ્રેસ કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની કંપની સોના કોમસ્ટારમાં કંઈક ગડબડ ચાલી રહી છે.

રિપોટ્‌ર્સ પ્રમાણે સંજયની માતા રાની કપૂરે કંપનીના બોર્ડને લેટર લખી શુક્રવારની એન્યુઅલ જનરલ મિટિંગ ને સ્થગિત કરવાની માગ કરી છે. આ લેટરમાં રાની કપૂરે તેના દીકરા સંજય કપૂરના મોત પછી દબાણ કરવા, દસ્તાવેજોના દૂરઉપયોગ અને પરિવારનો વારસો હડપવાના પ્રયાસોનો આરોપ લગાવ્યો છે.

રાણી કપૂરે સોના કામસ્ટારના શેરધારકોને લખેલા પત્રમાં એજીએમ પર તીવ્ર વિરોધ દર્શાવતાં જણાવ્યું કે, આ બેઠક એવા સમયે યોજવામાં આવી રહી છે, જ્યારે તેમના દીકરા સંજય કપૂરના અચાનક મૃત્યુ બાદ પરિવારમાં ખૂબ દુઃખી છે. તેમણે દાવો કર્યાે કે, ‘અનેક પ્રયાસો છતાં તેમને ઘટના સંબંધિત કોઈ ઔપચારિક સ્પષ્ટીકરણ કે દસ્તાવેજો મળ્યા નથી.

દુઃખના સમયમાં કોઈ સ્પષ્ટીકરણ આપ્યા વગર કેટલાક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા. આ દસ્તાવેજોની બાબતો મને ક્યારેય જણાવવામાં આવી નથી.’ જણાવી દઈએ કે, ૧૨ જૂને જાણીતા બિઝનેસમેન સંજય કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

એક અઠવાડિયા પછી તેમના પાર્થિવ શરીરને ભારતમાં લાવવામાં આવ્યો હતો. દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.