Western Times News

Gujarati News

મેઢાસણ ગણપતિ મંદિર નજીક બે બાઈક સામસામે ભટકતા યુવાન દંપતી નંદવાયું પતિનું મોત પત્ની પત્ની સહિત અન્ય એક ઈજાગ્રસ્ત 

ભિલોડા: અરવલ્લી જીલ્લામાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. વાહનોની સંખ્યામાં વધારો થતા અકસ્માત પણ વધી રહ્યા છે. જેના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. દૈનિક ધોરણે અકસ્માતની ઘટનાઓ અંગે આપણે સાંભળતા હોઈએ છીએ. ત્યારે હવે મોડાસાના મેઢાસણ ગણપતિ મંદિર નજીક બે બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક યુવકનું સારવાર મળે તે પહેલા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું યુવકની પત્ની સહીત સામેની બાઈક સવાર યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


શનિવારે સાંજે મેઢાસણ ગણપતિ મંદિરના વળાંકમાં બે બાઈક સામસામે ભટકતા યુવકનું મોત નીપજ્યું હતું મેઢાસણ ગામનો યાજ્ઞિક જનકભાઈ સુથાર નામનો યુવક બાઈક પર તેની પત્ની હિમાની સુથાર સાથે મોડાસા કામકાજ અર્થે જઈ પરત મેઢાસણ ફરી રહ્યો હતો ગણપતિ મંદિર નજીક વળાંકમાં પસાર થતા સમયે સામેથી આવતા બાઈક સવારે પૂરપાટે ગફલતભરી રીતે હંકારી દંપતીની બાઈકને અથડાવતાં બાઈક સવાર દંપતી રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા

અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે બંનેને દવાખાને ખસેડાતા યાજ્ઞિક સુથારને સારવાર મળે તે પહેલા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું યુવકની પત્ની હિમાની સુથારના શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે અકસ્માત સર્જનાર બાઈક સવાર યુવકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો  મેઢાસણ ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજતા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી અકસ્માતના પગલે દોડી
આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી હતી

મોડાસા રૂરલ પોલીસે જનકભાઈ રમણલાલ સુથારની ફરિયાદના આધારે અજાણ્યા બાઈક ચાલક શખ્શ વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.