જેનામાં સત્ય,પ્રેમ અને કરુણા હોય તે સાધુ: મોરારિબાપુ

-આજે સ્વીત્ઝર્લેન્ડ કથાની પૂર્ણાહુતિ
દાવોસ (તખુભાઈ સાંડસુર દ્વારા), યુરોપના સ્વીત્ઝર્લેન્ડ દેશમાંના દાવોસ શહેરમાં ગવાઇ રહેલી રામકથા સાતમા દિવસમાં પ્રવેશ કરીને બાલકાંડના સમાપન સાથે વિરામ પામી.
પુ. મોરારિબાપુએ આજે “માનસ મહામંત્ર” ના સંદર્ભમાં આપેલા વિવિધ મંત્રો માંથી ‘સાધુ’ મંત્રનો સંવાદ કર્યો હતો. પ્રારંભે બાપુએ કહ્યું કે કૃષ્ણના 700 શ્લોકમાં સાંભળી લીધા છે તેથી અર્જુનને પ્રશ્ન નથી રહેતો. જ્યારે કોઈ પૂર્ણતઃ શ્રવણ ભક્તિ કરે ત્યારે પ્રશ્નો પૂરા થાય છે. પ્રહલાદે પ્રથમ ભક્તિ શ્રવણ કરી છે.
ભારદ્વાજજીએ પણ કથા સાંભળી છે કહી નથી. સતત રામકથા નિરંતર સાંભળતા રહેવું તે એક સમર્પણ છે. પ્રેમમાં સ્વને પણ અર્પણ કરી દેવાનું છે. બેરખો એ સાધુનું કોઈ સાધન નથી પરંતુ ઈશ્વર વચ્ચેનો સાક્ષી ભાવ છે.તેથી તે અઢારે વરણ અને ગીતાનો સાર પણ છે. સાધુના ભેખને વંદે તેને ધન્ય છે.
માનસમાં 50 વખત સાધુ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સાધુ એટલે અમૃત, સાધુ એટલે દોષ જોવા વાળા નહીં પરંતુ અપનાવી લેનાર, જેવા છે તેવા અપનાવી લે તે. પરમાર્થની સાધના કરે અને વિષ્ણુની નિંદા ન કરે. સાધુ ગુઢ થી ગુઢ રહસ્યો છુપાવી દે.
સાધુ કોઈ જિજ્ઞાસુ મળે તો તેને હૃદય ખોલી આપે. સત્ય, પ્રેમની કરુણા જેનામાં ભરપૂર હોય તે સાધુ આમ બાપુએ અનેક પ્રકારનું ચિંતન વ્યક્ત કરીને સાધુની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી.
આજના કથાક્રમમાં રામજીનું જનકપુરમાં આગમન, સિતા સ્વયંવર, રામજીના શિવ ધનુષ્યના ભંગની કથા અને આખરે ભગવાન રામ અને સીતાજી સૌનું અયોધ્યામાં વાજતે ગાજતે સ્વાગત વગેરેનો ક્રમ ચાલ્યો હતો. આજે એટલે કે રવિવારના રોજ તારીખ 27- 7- 2025 દાઓસની આ કથા વિરામ પામશે. હવે પછીની કથા આગામી 10 મી ઓગસ્ટથી આફ્રિકા કેન્યાના મોમ્બાસામાં યોજાનાર છે.