Western Times News

Gujarati News

વડાલા પાટીયા સામે ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના બે ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે ખેડાના વડાલા પાટીયા સામે ને.હા.૪૮ રોડ ઉપરથી કિયા સેલ્ટોસ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા..

Nadiad, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તારીખ ૨૫-૦૭-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના, એ.એસ.આઇ વિનોદકુમાર, ઋતુરાજસિંહ , કુલદિપસિંહ ,હિરેનકુમાર , કુલદિપસિંહ  એ રીતેના પોલીસ માણસો એલ..સી.બી ઓફિસે હાજર હતા

દરમ્યાન એ.એસ.આઇ ઋતુરાજસિંહ  તથા કુલદિપસિંહ નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની કીયા સેલ્ટોસ ગાડી જેનો આર.ટી.ઓ રજી.નં GJ-27-EE-7219 નો છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે.

જે ગાડી ને.હા નં ૪૮ ઉપર થઇ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી હકિકત આધારે વડાલા પાટીયા ખાતે સદરી ગાડીની વૉચ તપાસમાં હતા તે દરમ્યાન થોડીવારમાં બાતમી વર્ણનવાળી ગાડી આવતા સદરી ગાડીના ચાલકને ગાડી રોકવાનો ઇશારો કરતા ગાડી ચાલકે ગાડી રોકેલ નહી અને સદરી ગાડી હાઇવે ઉપર અમદાવાદ તરફ હંકારેલ અને સદરી ગાડી ગોબલજ બ્રીજ નીચે થઇ ખેડા તરફ હંકારતા સદરી ગાડી વડાલા પાટીયા ગાડી ઉભી રાખતા

ગાડી મુકી નાશવા જતા સાથેના પોલીસ માણસોએ દોડી સદરી ગાડીના ચાલક તથા બાજુની સીટમા બેસેલ ઇસમોને પકડી લીધેલ જે ઇસમોના નામ ઠામ પુછતા પોતાનુ નામ (૧) રવિ ઉર્ફે કાળીયો કલ્યાણસિંહ રાજપુત ઉ.વ.૨૭ હાલ રહે. ગામ નાના ચીલોડા રામાપીર મંદીર પાસે તા.જી.અમદાવાદ મુળ રહે ૮૬- અનસુયાનગર, નોબલનગર,કેવટ સમાજ ટ્રસ્ટ,અમદાવાદ

તા.જી અમદાવાદ (૨) જિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ રહે ૧૪૬, તારાચંદની ચાલી ગોપાલનગર અમરાઇવાડી અમદાવાદ તા.જી અમદાવાદ જી.ખેડાનાઓએ પોતાના કબ્જા ભોગવટાની કીયા સેલ્ટોસ ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૩૨૨ કુલ કિ.રૂા.૨,૮૦,૪૨૫/- તથા કીયા સેલ્ટોસ ગાડી કિ.રૂા.૫,૦૦,૦૦૦/- અંગજડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા ૩૦૦/- તથા બે મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ ૫૫૦૦/- મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂા. ૭,૮૬,૨૨૫/- નો સદરી ઇસમ વિરૂદ્ધમાં ખેડા ટાઉન પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.