Western Times News

Gujarati News

ભાવનગરની ખોડીદાસ આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું

Bhavnagar, ભાવનગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં તારીખ 25/ 26/ 27 જુલાઈ 2025 ના રોજ ભાવનગરના ફોટોગ્રાફર મહિપતસિંહ જાડેજા દ્વારા “કુદરતના રંગો “શીર્ષક નીચે અલગ અલગ કલરફુલ ફોટોગ્રાફીનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું.

આ પ્રદર્શનના મુખ્ય મહેમાન શ્રી મેહુલભાઈ વડોદરિયા , પૂર્વ મેયર ભાવનગર,શ્રી અમુલ પરમાર ગુજરાત ગૌરવ પુરસ્કૃત , જાણીતા ફોટોગ્રાફર, SOG PI સુનેસરા સાહેબ ભાવનગર, શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ ડાયરેક્ટર અખિલ ગુજરાત ટ્રાવેલ્સ એસોસીએશન,

ડો. અશોક પટેલ જાણીતા ચિત્રકાર , શ્રી અજય ચૌહાણ ક્ષિતિઝ આર્ટ ભાવનગરના આ મહેમાનોએ કલાકારને ઉપસ્થિત રહીને બિરદાવ્યા હતા આ પ્રદર્શન સવારે 10 થી સાંજના 8 સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે આ પ્રદર્શન લલિતકલા અકાદમી ગુજરાત રાજ્યના સહયોગથી યોજવામાં આવ્યું છે. અહેવાલ કનુભાઈ ખાચર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.