અજાણી મહિલા સંત્સગની વાતો કરી વિધિ કરવાના બહાને રૂપિયા તેમજ દાગીના લઈ ભાગી ગઈ

નાગ નાગીનના જોડા છુટા કરેલ છે જેથી તમને સંર્પદોષ છે જો તમે વિધિ નહિ કરો તો તમારા પતિ ગુજરી ગયેલા છે તેમ તમારા દીકરાને પણ આવું થશે.
નડિયાદમાં કોલેજ રોડ પર આવેલા હરિઓમનગરમાં સંત જેવો સ્વાંગ રચીને આવેલી એક વર્ષિય મહિલાએ ત્રણ મહિલાઓને પોતાની વાતોમાં પ્રભાવિત કરીને રૂપિયા 68,000 ના દાગીના લઈ વિધિ કરવાના બહાને અડધો કલાકમાં આવું છું કઈ નીકળી ગઈ હતી જોકે ત્રણ કલાક વિત્યા બાદ પણ આ મહિલા ના આવતા આવેલ મહિલા પોતાને ઠગી ગયો લાગતા આખરે આ બાબતે પોલીસમાં ફરિયાદ થઈ છે.
મળતી માહિતી મુજબ નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર હરીઓમનગર ખાતે 51 વર્ષિય વાલીબેન હિરાલાલ મારૂ રહે છે. તેઓ પોતે સિલાઈકામ કરે છે. ગત 23 જુલાઈના રોજ સવારના સમયે વાલીબેન પોતાના ઘરે હાજર હતા અને પાડોશી વિમળાબેન ચાવડા સાથે વાત કરતા હતા. આ વિમળાબેને પોતાના પૌત્રને હાથમાં તેડ્યો હતો. આ સમયે 40થી 45 વર્ષની આસરાની એક મહિલા ત્યાં આવી ચઢી હતી.
અને વિમળાબેનને જણાવ્યું કે, આ છોકરા ઉપર ભાર છે અને શ્રાવણ માસ ચાલુ હોવાથી તમે રવિવાર કરજો અને ચાર કેળા લઈ તેમાંથી બે કેળા ગાયને આપવાના અને બે કેળા પ્રસાદમાં ઘરમાં આપજો તેમ કહ્યું હતું. અજાણી મહિલાની વાતથી વિમળાબેન પ્રભાત બન્યા હતા અને પોતાના પૌત્ર પર ભાર ની વાત સાંભળીને થોડા નિરાશ બન્યા હતા પરંતુ અજાણી મહિલાએ તેનો ઉપાય બતાવતા તેઓ ખુશ થયા હતા
વાલીબેને આ વિમળાબેન અને અજાણી મહિલાને ઘરમાં બોલાવ્યા હતા અજાણી મહિલા સાથે પોતાની સાસુ વાલીબેન ના ઘરમાં ગઈ છે તે જાણીને વિમળાબેનના પુત્રો હતુ પણ વાલી બેનના ઘરમાં ઘૂસીયા હતા
આ બાદ આ અજાણી મહિલાએ પોતાનું નામ સોનલબેન અને નડિયાદ ખોડીયાર ગરનાળા પાસે ભાથીજીના મંદિર પાસે ઠાકોર ફળિયામાં રહું છું તેમ કહ્યું હતું અને ભગવાનની અને સત્સંગની વાતો કરી હતી. એટલું જ નહીં. આ અજાણી સોનલબેને વિમળાબેન ને કહ્યું હતું કે તમે નાગ નાગીનના જોડા છુટા કરેલ છે જેથી તમને સંર્પદોષ છે જો તમે વિધિ નહિ કરો તો તમારા પતિ ગુજરી ગયેલા છે તેમ તમારા દીકરાને પણ આવું થશે. જેથી વિમળાબેનને અને વાલીબેનને આ કોઈ સંત બહેન હોવાનો વિશ્વાસ આવ્યો હતો. બીજી ઘણી બધી વાતો કરીને પોતે કોઈ સંત હોય તેઓ વિશ્વાસ સંપાદન કર્યો હતો
આ બાબતે આગળ શું કરવું જોઈએ તેમ પૂછતા આ અજાણી બહેન વિમળાબેનને કહ્યું કે ઘી તથા પૂજાપાનો સામાન લઈને મહાદેવના મંદિરે ડાબી બાજુ ખાડો કરીને દાટી દેજો તેમ જણાવેલ હતું. સામે વિમળાબેને કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી અમે રવિવારના દિવસે વિધિ કરીશું તેમ જણાવતા આ અજાણી સોનલનામની બહેને કહેલ કે તમારી પાસે સોનાના દાગીના અને રોકડ રૂપિયા હોય તો આપો.
તમારો ઉતારો કરવો પડશે. જેથી વિમળાબહેને તેઓની પાસે કોઈ દાગીના નહીં હોવાનું કહી આ અજાણી બહેને વાલીબેનને કહ્યું કે તમારી પાસે દાગીના છે તો તમે આપી દો જોકે વાલીબેને આ દાગીના આપવાની ના પાડતા યેનકેન પ્રકારે વાલીબેનને વિશ્વાસમાં લીધી હતી.
જેથી વાતોમાં આવી ગયેલા વિમળાબેને ઘરેથી રૂપિયા 5 હજાર લઈ આવી આ મહિલાના હાથામાં આપી દીધા હતા. સાથે સાથે તેમની પુત્રવધુએ કાનમાં પહેરેલ સોનાની કડીઓ તથા પગમાં પહેરવાના ચાંદીના વેઢા કાઢી આ મહિલાને આપી દીધા હતા. અને આ મહિલાએ વાલીબેનના માથે હાથ મુકતા તરત જ વાલીબેન ઉભા થયા અને બે તોલાનો સોનાનો હાર આ મહિલાને આપી દીધો હતો.
અને આ અજાણી મહિલાએ કહ્યું કે હું સામે મહાદેવના મંદિર પાસે વિધિ કરીને અડધો કલાકમાં પાછી આવું છું જોકે આ બાદ આ મહિલાનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. આસપાસ વિસ્તારમાં શોધવા છતા પણ આ મહિલા ન મળી આવતા છેવટે આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં દાગીના રોકડ રૂપિયા સહિત 68,500ના મુદ્દામાલ છળકપટ કરી લઈ ગયા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે.