વડતાલ પોલીસે 9 વ્યક્તિઓને રૂપિયા 1.67 લાખના મોબાઈલ પરત કર્યા..

Nadiad, “CEIR” પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસના ઉપયોગથી વડતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે ૧,૬૭,૧૯૧/-ની કિંમતના કુલ-૦૯ જેટલા ખોવાયેલ / ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારને“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વડતાલ પોલીસે પરત આપ્યા હતા.
ખેડા-જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓના ધ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરી હતી જેથી વડતાલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ની દોરવણી હેઠળ સ્ટાફે વડતાલ પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ / ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી
સર્વેલન્સના પોલીસ માણસોએ CEIR પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્કઆઉટ કરી ભારે જહેમત ઉઠાવી કુલ-૦૯ જેટલા આશરે રૂ.૧,૬૭,૧૯૧/- ના મોબાઇલ ફોન શોધી કાઢી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત તેના મુળ માલીકોને પરત આપવામાં આવ્યા હતા