Western Times News

Gujarati News

20થી વધારે ગાડીઓ એકબીજા સાથે કંટેનરની બ્રેક ફેલ થવાથી અથડાઈ

(જૂઓ વિડીયો) ૫ કિમી સુધી લાંબો ટ્રાફિક જામ થયો-મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયો

મુંબઈ, શનિવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ત્યારે અફરા તફરી મચી ગઈ, જ્યારે ખંડાલા ઘાટ નજીક એક કંટેનરની બ્રેક ફેલ થઈ ગઈ અને સામે આવી રહેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી. Chaos on Mumbai Pune Expressway as truck rams into 20 vehicles, one killed

આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ૧૮થી ૨૦ ગાડીઓને એકબીજા સાથે ટકરાઈ ગઈ. જેમાંથી કેટલીક ગાડીઓ તો ચકનાચૂર થઈ ગઈ. આ દુર્ઘટના દત્તા મોલ સામે થઈ, જે આ રુટનો એક વ્યસ્ત અને મુખ્ય પોઈન્ટ છે.

ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર કંટેનરની સ્પીડ ખૂબ જ તેજ હતી અને બ્રેક ફેલ થયા બાદ તે બેકાબૂ થઈને ગાડીઓ સાથે અથડાતુ રહ્યું. શરુઆતી જાણકારી અનુસાર, અમુક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

દુર્ઘટના બાદ રસ્તા પર હડકંચ મચી ગયો અને યાત્રીઓમાં ગભરાહટ ફેલાઈ ગયો. આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે એક્સપ્રેસવે પર પહેલાથી ભારે ટ્રાફિક હતો. શનિવાર અને રવિવારે આ રુટ પર વાહનોની સંખ્યા દોઢથી બે લાખ સુધી પહોંચી જાય છે. આ દુર્ઘટના બાદ લગભગ ૪-૫ કિમી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત ગાડીઓ રસ્તા વચ્ચે ફસાઈ ગઈ હતી, જેના કારણે બાકીના વાહનો નીકળી શક્્યા નહોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.