Western Times News

Gujarati News

લેન્ડિંગ ગિયરમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને બોઈંગ 737નું ટેકઓફ રદ કરવું પડ્યું

શનિવારે અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળવા પામી હતી. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023, જે બોઇંગ 737 મેક્સ વિમાન હતું, મિયામી જવા માટે રેડી હતી

Denver, ત્યારે લેન્ડિંગ ગિયરમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને ટેકઓફ રદ કરવું પડ્યું તેના ટાયરમાંથી આગ લાગી અને કાળો ધુમાડો બહાર નીકળતો જોવા મળીયો. વિમાન રૂ. 2:45 બપોરે અમેરિકા સમય મુજબ (2:15 રાત્રે ભારતીય સમય પ્રમાણે) રનવે પર હતું.

Chaos on the tarmac in Denver as an American Airlines Boeing 737 MAX 8 aborts takeoff after its left main wheel catches fire Passengers flee Flight 3023 bound for Miami as smoke billows—1 hospitalized, 179 others safely evacuated

વિમાનમાં 173 મુસાફરો અને 6 ક્રૂ હતા. આગ લાગતાં જ ઈમરજન્સી સ્લાઇડ દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી. કેટલીક મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા હતા અને પોતાના જીવ બચાવવા ઝડપથી સ્લાઇડ પરથી નીચે ઉતરી ગયા હતા.

જાહેરાત મુજબ, વિમાનના લેન્ડિંગ ગિયરમાં ટાયર ફેલ થયા હોવાના કારણે આ ઘટના બની. આ દુર્ઘટનામાં 6 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ, જેમાંથી એક વ્યક્તિને સાવચેતી તરીકે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને અમેરિકન એરલાઇન્સે ઘટનાની તપાસ શરૂ કરી છે. આગ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી લેવાયું હતું. મુસાફરોને alternate ફ્લાઇટ દ્વારા માર્ગે મોકલાયા હતા. વિમાન હાલ સેવામાંથી દૂર રાખવામાં આવ્યું છે.

આ પહેલા, 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન બોઇંગ 787-8 ક્રેશ થયું હતું અને તેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બંને ઘટનાઓ એવિયેશન સલામતી માટે ચિંતાની બાબત માને રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.