વરસાદને કારણે AMTS ની 44, BRTS ની 38 બસ બ્રેકડાઉન થઈ

File Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રવિવારે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદ ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક ઠેકાણે વરસાદ ના પાણી ભરાયા હતા. તેમજ જાહેર પરિવહન સેવા ને પણ અસર થઈ હતી. રવિવારે પ્રથમ શિફ્ટમાં એ.એમ.ટી.એસ.ની 44 જયારે બી.આર.ટી.એસ. ની 38 બસ બ્રેકડાઉન થઈ હતી.
AMTS ના સૂત્રોએ જણાવ્યા મુજબ રવિવાર બપોરે બે વાગ્યા સુધી કુલ 44 બસ બ્રેકડાઉન થઇ હતી તેમાંથી 37 બસો એટેન્ડ થઈને રોડ પર ઓપરેશનમાં મૂકવામાં આવી હતી. આ પૈકી 05 બસો પાણીમાં બંધ થઈ હતી જેમાંથી 3 એટેન્ડ થઈ હતી બીજી 2 બસ એટેન્ડ કરવા ક્રેઈન મોકલવામાં આવી હતી. વરસાદના કારણે પાણી ભરવાથી કુલ 23 રુટ ની બસો ટૂંકાવ્યા હતા તેમજ કુલ 20 રુટ ની બસો અન્ય રોડ પર ડાઇવર્ટ કરેલ છે
BRTS ની કુલ ૩૧૩ શિડ્યુલ બસો માંથી ૩૮ બસ બ્રેકડાઉન થયેલ છે તેમાંથી ૨૩ બસો એટેન્ડ થઈને રોડ પર ઓપરેશનમાં મૂકવામાં આવી હતી જયારે બાકી ૧૫ બસો પાણીમાં બંધ થઈ છે જે એટેન્ડ કરવા મેઈન્ટેનન્સ ટીમ / ક્રેઈન મોકલવામાં આવ્યા હતા. વરસાદના કારણે પાણી ભરવાથી
કુલ ૨ રુટ ની બસો ટૂંકાવ્યા હતા તેમજ કુલ ૩ રુટ ની બસો અન્ય રોડ પર ડાઇવર્ટ કરી હતી.